ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat High Court: બિસ્માર રસ્તા અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટેની ટકોર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાઢી ઝાટકણી - Ahmedabad Municipal Corporation advises

ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોર તેમજ બિસ્માર રોડ રસ્તા અંગે જે જાહેર હિતની અરજી દાખલ થઈ છે. તેમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ભરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ રાજ્ય સરકાર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી.

Gujarat High Court: બિસ્માર રસ્તા અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટેની ટકોર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાઢી ઝાટકણી
Gujarat High Court: બિસ્માર રસ્તા અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટેની ટકોર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાઢી ઝાટકણી

By

Published : Jul 12, 2023, 7:59 AM IST

અમદાવાદ: જસ્ટિસ એએસ સુપેહિયા અને એમઆર મેંગેડની ખંડપીઠમાં રખડતા ઢોર બિસ્માર રોડ રસ્તા તેમજ ટ્રાફિકની સમસ્યા અંગે વિસ્તૃત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે એએમસી ને સવાલ કર્યા હતા કે હજુ સુધી પણ કેમ રખડતા ઢોરની સ્થિતિ અંગે નિતિ ઘડવામાં કેમ આવી નથી? સમગ્ર રાજ્યમાં ઢોરનીસમસ્યા યથાવત છે તેને અંકુશમાં લેવા માટે શું પ્રયાસો કરવામાં આવ્યા છે?

એએમસીને સવાલ:હાઇકોર્ટના સવાલ સામે મ્યુનિસિપલ એ રજૂઆત કરી હતી કે, અમારા તરફથી રખડતા ઢોરની અંગે નીતિ બનાવવામાં આવી હતી અને તેને મ્યુનિસિપલ કમિશનરને પણ સોંપવામાં આવી હતી. પરંતુ આ નીતિને મંજૂર કરવામાં આવી ન હતી. ત્રણ મહિના સુધી એક્ઝિક્યુટિવ કમિટીએ આ નીતિને લાગુ કરવામાં આવી નથી. હાઇકોર્ટે એએમસીને વેધક સવાલ કર્યા હતા કે શું તમને ખ્યાલ નથી કે આજના સમયમાં રખડતા ઢોરની નીતિ એ ખૂબ જ જરૂરી છે.

પગલાં લઈ રહી નથી:હાઇકોર્ટે રખડતા ઢોરોના જે સતત હુમલા થઈ રહ્યા છે. તેના અંગે થતા મૃત્યુ અને અકસ્માત જે અંગે પણ પણ રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના પગલાં લઈ રહી નથી. એવી પણ હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી. હાઇકોર્ટના આદેશ છતાં પણ તેનું પાલન ન થતા હાઇકોર્ટના તિરસ્કારની અરજીમાં, કોર્ટે જણાવ્યું હતું કે ચાર વર્ષથી વધુ પણ સમય વીતી ગઈ હોવા છતાં એએમસી કે રાજ્ય રખડતા ઢોરના જોખમને નિયંત્રિત કરવા માટે માત્ર કાગળ પર જ કામગીરી કરી રહી છે પરંતુ તેનું નક્કર કાર્ય જોવા મળતું નથી.

નિષ્ક્રિય વલણ:સરકારી વકીલ મનીષા લવ કુમાર શાહ દ્વારા જે પણ રજૂઆતો કરવામાં આવી હતી. તેની સામે હાઇકોર્ટ કે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે શું રાજ્યને કોઈ પણ નીતિ બનાવવામાં રસ જ નથી ?રાજસ્થાનમાં પણ નીતિ છે અન્ય રાજ્યોમાં પણ નીતિઓ આવેલી છે. શું તમે એવું ઈચ્છો છો કે ગુજરાતના નાગરિકો પહેલા અકસ્માતથી મૃત્યુ પામે અથવા રખડતા ઢોરો તેમને મારી નાખે? જ્યારે પણ કોઈ નાગરિક મૃત્યુ પામે છે. ત્યારે હોબાળા થાય છે પરંતુ પાછળથી રાજ્ય સરકાર તરફથી તદ્દનજ નિષ્ક્રિય વલણ જોવા મળે છે.

હાઇકોર્ટે અવલોકન:18 ઓક્ટોબર 2022 ના આ કેસમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા એવી ખાતરી આપવામાં આવી હતી કે, રાજ્ય એક નીતિ બનાવવા જઈ રહ્યું છે અને તે અંગેની રજૂઆત પણ કોર્ટ સમક્ષ કરશે. પરંતુ લગભગ ૯ મહિના થઈ ગયા હજુ સુધી કેમ કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. હાઇકોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે અમે એક એવી રખડતા ઢોર અંગેની એક એવી નીતિ ઇચ્છિએ છીએ કે સમગ્ર રાજ્યમાં લાગુ પડે.આ અંગેની જવાબદારી રાજ્યની બને છે કારણ કે નાગરિકોની પ્રથમ સુરક્ષા એ રાજ્યની જવાબદારી છે. આમાં અધિકારીઓની પણ જવાબદારી આવી જાય છે.આ અંગે નક્કર પગલા લેવામાં આવે જેથી ગુનેગારો સામે પણ વ્યવસ્થિત પગલાં લઈ શકાય.

એમસીને નિર્દેશ:આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને અને એમસીને નિર્દેશ આપ્યા છે કે, રાજ્ય સરકાર રખડતા ઢોરના અંકુશ અંગે એક વ્યવસ્થિત નીતિ બનાવવામાં આવે અને આ બાબતે ચોક્કસ પગલાં લેવામાં આવે.આ સંદર્ભે વધુ સુનવણી 19 જુલાઈ ના રોજ હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને અને એમસીને નિર્દેશ આપ્યા છે કે, રાજ્ય સરકાર રખડતા ઢોરના અંકુશ અંગે એક વ્યવસ્થિત નીતિ બનાવવામાં આવે અને આ બાબતે ચોક્કસ પગલાં લેવામાં આવે.આ સંદર્ભે વધુ સુનવણી 19 જુલાઈ ના રોજ હાથ ધરવામાં આવશે.

  1. Gujarat High Court : સ્ટેટ એકઝામ બોર્ડના એક નિયમને ફગાવાયો, દિવ્યાંગ પરીક્ષાઓ માટે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો
  2. Gujarat High Court: દુષ્કર્મ પીડિત મહિલાએ ગુજરાત હાઇકોર્ટ પાસે ગર્ભપાતની મંજૂરી આપવા અરજી કરી

ABOUT THE AUTHOR

...view details