અમદાવાદ : પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્મા જમીન કૌભાંડના કેસમાં હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે હવે પ્રદીપ શર્માની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રદીપ શર્મા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં તેમની સામે થયેલા ફોજદારી કેસોમાં બિનતોહમત છોડવામાં આવી એવી માંગણી કરતી પિટિશન હાઇકોર્ટમાં ફાઈલ કરી હતી. આ અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને આ કેસમાં ઝડપથી ટ્રાયલ પૂર્ણ કરવા માટે નિર્દેશ કર્યા છે.
કચ્છના ગાંધીધામમાં ગુનો : કચ્છ જિલ્લાના પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સામે કચ્છના ગાંધીધામમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ખાનગી કંપનીને ફાયદો કરાવવા માટે વધારાની જમીન ફાળવણીનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસ મુદે અત્યારે પ્રદીપ શર્મા સામે ગુનો નોંધીને કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ ફોજદારી કેસોમાં પ્રદીપ શર્માને બિનતહોમત ડિસ્ચાર્જ કરવામાં આવે એવી માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. પ્રદીપ શર્મા આ બંને કેસોમાંથી મુક્તિની માંગ કરી રહ્યા હતાં.
આ પણ વાંચો Pradeep Sharma : પ્રદીપ શર્માના ઘરનું કરાયું સર્ચ ઓપરેશન, 3 દિવસના રિમાન્ડમાં પોલીસ કરશે વધુ સર્ચ
અરજી ફગાવવાનું કારણ :જસ્ટિસ સમીર દવેની ખંડપીઠે પ્રદીપ શર્માની આ અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ દવે આ અરજીને ફગાવતા કહ્યું હતું કે કોઈપણ ગેરકાયદેસરતા, અનિયમિતતા તથા અયોગ્યતાથી કોઈપણ અરજી ના ચલાવી લેવાય નહીં માટે પ્રદીપ શર્માની અરજીઓને ફગાવવામાં આવે છે. આ સાથે જ હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટને છ મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યા છે. મહત્વનું છે કે હાલ આ કેસના ગુના હેઠળ પ્રદીપ શર્મા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
શું છે મામલો : મહત્વનું છે કે થોડા સમય પહેલા ભુજ સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી. કચ્છના ગાંધીધામના જમીન કેસમાં પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. પ્રદીપ શર્મા કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમણે સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું. જે અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ વર્ષ 2016 માં જ્યારે તેઓ કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમણે સત્તાનો દુરુપયોગ કરીને કંપનીને ફાયદો પહોંચાડ્યો હતો.
આ પણ વાંચો પૂર્વ IAS પ્રદિપ શર્માની પીટીશન પરનો સ્ટે હાઈકોર્ટે 22 એપ્રિલ સુધી લંબાવ્યો
પ્રદીપ શર્માના પત્ની શ્યામલા શર્માનો કોન્ટ્રાક્ટ હતો : પ્રદીપ શર્માએ વેલસ્પન કંપનીને તમામ નિયમોનો ભંગ કરીને જમીનની ફાળવણી કરી હતી. વેલસ્પન કંપનીમાં પ્રદીપ શર્માના પત્ની શ્યામલા શર્માનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો હતો. તેથી પત્નીને જ ફાયદો કરાવવા માટે પ્રદીપ શર્માએ આ જમીન ફાળવણી વેલસ્પન કંપનીને કરી દીધી હતી. જેના બદલામાં પતિ અને પત્નીને હવાલા મારફતે પૈસા મળ્યા હતા.
સત્તાનો દુરુપયોગ કરીને વેલસ્પન કંપનીને ફાયદો પહોંચાડ્યો : આ કેસને અંતર્ગત મામલતદાર ભગીરથસિંહ ઝાલાએ આ અંગેનો સીઆઇડી ક્રાઇમ ભુજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જે મુજબ પૂર્વે અધિકારી પ્રદીપ શર્મા જ્યારે કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમને સત્તાનો દુરુપયોગ કરીને વેલસ્પન કંપનીને ફાયદો પહોંચાડ્યો હતો.આ અંગેની ફરિયાદ થતા જ પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે હાલ પ્રદીપ શર્મા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેમની સામે આ અંગેનો કેસ ચાલી રહ્યો છે. જોકે હવે આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે પણ તેમની અરજી પર સ્ટે આપી દેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.