અમદાવાદ : મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી મોરબી બ્રિજની દુર્ઘટનામાં હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં આવેલા તમામ બ્રિજોની સ્થિતિ અંગે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો હતો . તેમજ જે પણ બ્રિજો આવેલા છે તેની તપાસ અંગે કોઈ નીતિ બનાવવામાં આવે છે કે નહીં તેવા પણ સવાલ કરવામાં આવ્યા હતાં. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ આજે રાજ્ય સરકાર દ્વારા ગરનાળાં, ઓવર ભ્રિજ, ફ્લાય ઓવર એવા તમામ પ્રકારના બ્રિજોને લઈને અને નિરીક્ષણ નીતિને લઈને એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું.
સરકારે નવી નીતિ બનાવી : રાજ્ય સરકારના તરફથી એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્યભરમાં બ્રિજની સ્થિતિ પર સરકારે નવી નીતિ બનાવી છે. આ નવી નીતિ પ્રમાણે રાજ્યભરમાં આવેલા તમામ બ્રિજોનું વર્ષમાં બે વખત ઇન્સ્પેક્શન થશે. જેમાં વર્ષમાં મે મહિનામાં અને ઓક્ટોબર મહિનામાં બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવશે.
આ પણ વાંચો Morbi Bridge Collapse : મૃતકોના પરિજનોને 10 લાખના વળતરથી અસંતોષ, તેમને શું જોઇએ છે જાણો
નવી નીતિમાં શું છે :બ્રિજોની સ્થિતિને લઈને રાજ્ય સરકાર દ્વારા જે નવી નીતિ તૈયાર કરવામાં આવી છે. તેમાં વિવિધ પ્રકારનe મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શિકામાં લાકડાના બ્રિજ, તેમજ અન્ય બ્રિજોનો પણ લઈને નીતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. બ્રિજ પર જરૂરી પ્રોટેક્ટિવ વર્ક,વોટર પરની કામગીરી કરવાની રહેશે.
રિપોર્ટ રજીસ્ટર કરવાનો રહેશે :રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગે જે નવી પુલ નીતિ જાહેર કરી છે. રાજ્યમાં આવેલા મહાનગરપાલિકા અને નગરપાલિકાના હદના વિસ્તારોમાં બ્રિજનો માર્ગદર્શિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ચોમાસા પહેલાં મે મહિનામાં અને ચોમાસા બાદ ઓક્ટોબર મહિનામાં તમામ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવશે બ્રિજોનું,પુલોનું તેમજ વિવિધ નાળાંઓનું નિરીક્ષણ અને સમીક્ષા માટે જે તે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. જે તે અધિકારી દ્વારા સમયાંતરે ફરજિયાતપણે બ્રિજોનું નિરીક્ષણ કરવું પડશે અને તમામ અધિકારીઓ અને સત્તાધીશોએ કામગીરીનો રિપોર્ટ રજીસ્ટર કરવાનો રહેશે. પુલ નિરીક્ષણની તમામ જવાબદારી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની રહેશે.
આ પણ વાંચો Morbi Bridge Collapse: હાઈકોર્ટે આપ્યો વચગાળાનો આદેશ, પીડિતોને 10 લાખનું વળતર ચૂકવવા હુકમ
રિપોર્ટની વિગતોની માગ કરવામાં આવી :આ સમગ્ર મામલે અરજદાર પક્ષ દ્વારા પણ બ્રિજની દુર્ઘટના અંગે એસઆઇટી અને સીલ બંધ રિપોર્ટની વિગતોની પણ માગ કરવામાં આવી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આગામી સુનાવણી દરમિયાન આ અંગે નિર્ણય લેવામાં આવશે.
23 બ્રિજોની હાલત ખૂબ જ ખરાબ : મહત્વનું છે કે રાજ્યમાં બ્રિજોની સ્થિતિને લઈને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં છે. સરકારની એફિડેવીટ રજૂ કરવામાં આવી હતું. તેમાં સરકાર દ્વારા રજૂ કરેલા એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં રાજ્યમાં આવેલા બ્રિજોમાંથી કુલ 63 બ્રિજોને સમારકામની જરૂર છે. પરંતુ 23 બ્રિજોની હાલત ખૂબ જ ખરાબ છે.
વધુ સુનાવણી 27 માર્ચના રોજ :નોંધનીય એ છે કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ માર્ગદર્શિકાનો અમલી રાજ્યભરના આવેલા તમામો બ્રિજોની સ્થિતિ પર થશે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 27 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.