સજાની માફી માટે હાઇકોર્ટમાં અરજી અમદાવાદ : ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા હાઇકોર્ટના શરણે પહોંચ્યા છે. માળીયા કોર્ટે આપેલી છ મહિનાની સાદી સજાને માફ કરવા માટે વિમલ ચુડાસમાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલે સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરવામાં આવશે. ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા આ કેસમાં અંતર્ગત સજાની માફી માટે સ્ટેશન કોર્ટમાં અરજી કરી હતી પરંતુ સેશન્સ કોર્ટમાં તેમની અરજીને ફગાવી દીધી હતી જેથી હવે વિમલ ચુડાસમા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે.
આ પણ વાંચો Junagadh News : કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને છ માસની સજા
ચૂંટણી લડવા માટે સજા માફી :અરજદાર વિમલ ચુડાસમાના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે, નીચલી કોર્ટ દ્વારા જે પણ વિમલ ચુડાસમાને સજા ફટકારવામાં આવી છે તે યોગ્ય નથી. અમે સેશન્સ કોર્ટમાં પણ અરજી કરી હતી પરંતુ આ અરજીનો સ્વીકાર ન કરતા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. વિમલ ચુડાસમા છેલ્લા ત્રણ વર્ષથી ચોરવાડ નગરમાં કાઉન્સિલર છે. તેમના પત્ની હાલ અત્યારે ચોરવાડ નગરના પ્રમુખ છે. કાઉન્સિલર તરીકે ચૂંટણી લડવા માટે સજા માફી હોવી જરૂરી છે.
આ પણ વાંચો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતા મામલો ગરમાયો
શા માટે કરી અરજી :વિમલ ચુડાસમા નગરપાલિકાની ચૂંટણી લડવા માંગે છે. પરંતુ નગરપાલિકાની ચૂંટણી લડવા માટે છ મહિનાની સજા પામનાર વ્યક્તિ લડવા માટે અયોગ્ય હોવાથી આ અરજી દાખલ કરવામાં આવી છે. નગરપાલિકાની ચૂંટણી લડવા ઇચ્છુક ધારાસભ્ય વિમલ ચુડાસમા હાઇકોર્ટમાં અરજી કરી છે. જેની આગામી સપ્તાહે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે હાઇકોર્ટ પોતાનો નિર્ણય જાહેર કરશે. અત્રે એ મહત્વનું છે કે વિમલ ચુડાસમાને માળીયા કોર્ટે મારામારીના કેસમાં સાદી છ મહિનાની સજા ફટકારી હતી.
શું હતો સમગ્ર કેસ : આ સમગ્ર કિસી વિગતો જોઈએ તો 2010 માં માળીયા તાલુકામાં એક મારામારીની ઘટના બની હતી. જેમાં વિમલ ચુડાસમાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતાં. વર્ષ 2010માં કોઈ હોલીડે કેમ્પ ખાતે મામલાને લઈને મીત વૈદ્ય અને હરીશ ચુડાસમા પર વિમલ ચુડાસમાએ હુમલો કર્યો હતો. ત્યારે આ કેસ મામલે માળીયા કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં વિમલ ચુડાસમાને દોષી જાહેર કરાયા હતા અને વિમલ ચુડાસમા સહિતના ત્રણ મળતીયાઓને છ માસની સજા ફટકારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના એક પછી મોટા નેતાઓ કોર્ટના શરણે પહોંચી રહ્યા છે ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા હાઇકોર્ટના દ્વારે પહોંચ્યા છે.