અમદાવાદ : વર્તમાન સમયમાં પ્રેમ લગ્ન થવા કે કરવા સામાન્ય વસ્તુ બની છે, પરંતુ હજુ પણ ઘણા સમાજમાં પ્રેમ લગ્ન એ યોગ્ય માને છે. જેના કારણે ઘણીવાર યુવક અથવા યુવતીને પરિવારજનો તરફથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. એવો જ એક કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોચ્યો છે. જ્યાં પતિએ પત્નીને પિયરમાંથી પાછી મેળવવા માટે હેબીયસ કોપર્સ અરજી દાખલ કરી છે. ગુજરાત હાઇકોર્ટમાં પતિ દ્વારા તેની પત્નીને સાસરીયાવાળાએ ગોંધી રાખી છે તેવા આક્ષેપ સાથેની એક અરજી ફાઈલ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો સાબરકાંઠાનો આ કેસ છે. જેમાં સાબરકાંઠામાં રહેતા એક વ્યક્તિએ તેની પત્નીને સાસરીયા પક્ષ પાસેથી મેળવવાની માંગ સાથે હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરી છે. આ અરજીમાં પતિ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પતિ અને પત્નીના લગ્ન વર્ષ 2021માં પ્રેમ લગ્ન કર્યા હતા. જેનાથી તેની પત્નીના પરિવારજનોએ ભારે નારાજગી રાખી હતી. તમામ વ્યવહાર બંધ કરી દીધા હતા. જોકે લગ્નના એક વર્ષ બાદ પરિવારજનોએ માફ કરી દીધા હતા, ત્યારબાદ બોલચાલનો વ્યવહાર ચાલુ થતા પત્ની થોડા દિવસ માટે પિયર રહેવા ગઈ હતી.
પત્ની મળવા માટે પતિને ઈનકાર : જોકે પત્નીના પિયર ગયા બાદ થોડા સમય પછી પતિ અને પત્ની વચ્ચે કોઈએ જ કોન્ટેક્ટ રહ્યો ન હતો. પતિએ પોતાની પત્નીને મળવા માટે જતો હતો તેમ છતાં પણ પરિવારજનો તેને મળવા દેતા ન હતા. આ સાથે જ ફોનમાં જો વાત કરવા માંગે તો તેનો ફોન પણ કાપી દેતા હતા. પતિએ પોતાના સાસરી પક્ષને પત્નીને મેળવવા માટે અનેક વિનંતી કરી તેમ છતાં પણ તેમણે હવે "અમારી દીકરીને તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી માટે દૂર થઈ જાય" એવું કહીને સંબંધો તોડી દીધા હતા.
પત્નીના બળજબરી પૂર્વક બીજે લગ્ન : આ ઘટનાના થોડા સમય પછી પતિને સગા વ્હાલામાંથી જાણ થઈ હતી કે તેની પત્નીના બળજબરી પૂર્વક બીજે લગ્ન કરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એટલું જ નહીં પત્નીએ પણ પતિના સંપર્કો કરવા અનેક પ્રયત્નો કર્યા પત્નીએ બીજા થકી સંદેશો પણ પહોંચાડ્યો હતો. મને અહીંથી આવીને લઈ જાવ મને મારા પિયર પક્ષના લોકો તરફથી મને લગ્ન કરી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.