ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi Degree Controversy : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાત અંગે ગુજરાત હાઈકોર્ટ આગામી દિવસોમાં ચુકાદો સંભાળવશે - PM Narendra Modi Education Qualification

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માસ્ટર ડિગ્રીનો મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. તો દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના વકીલે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, ગુજરાત યુનિવર્સિટીને વચ્ચે ન લાવો અમને ડિગ્રી બતાવો.

Gujarat High Court: મોદીની ડિગ્રી ફરી બબાલ, કેજરીવાલના વકીલે HCમાં કહ્યું - ગુજરાત યુનિવર્સિટીને વચ્ચે ન લાવો અમને ડિગ્રી બતાવો
Gujarat High Court: મોદીની ડિગ્રી ફરી બબાલ, કેજરીવાલના વકીલે HCમાં કહ્યું - ગુજરાત યુનિવર્સિટીને વચ્ચે ન લાવો અમને ડિગ્રી બતાવો

By

Published : Feb 9, 2023, 9:03 PM IST

Updated : Feb 9, 2023, 9:58 PM IST

અમદાવાદઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીની માસ્ટરની ડિગ્રીને માહિતી અધિકારના કાયદા હેઠળ આપવાના ચીફ ઈન્ફોર્મેશન કમિશનના હુકમને ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આરટીઆઈ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માગી હતી. આ સમગ્ર મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. મહત્વનું છે કે, વર્ષ 2016માં ગુજરાત યુનિવર્સિટીએ સીઆઈસીના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ અને તે વખતના મુખ્ય માહિતી કમિશનર એમ. શ્રીધર આચાર્યુલુને નોટિસ ફટકારી હતી.

કેજરીવાલના વકીલે કરી રજૂઆત

આ પણ વાંચોHardik Patel Case : આંદોલન કેસની મુદત સમયે હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે કરી ટકોર

શું છે સમગ્ર મામલો?:દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાતો ઉપર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાતો બનાવટી છે તેવો આક્ષેપ કર્યો હતો. આ વિવાદના સંદર્ભે અરવિંદ કેજરીવાલે સીઆઈસીમાં અરજી કરી હતી કે, તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીઓ બતાવવામાં આવે. આ અરજીના પગલે સીઆઈસીએ ગુજરાત યુનિવર્સિટીને અને દિલ્હી યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાનો નિર્દેશ કર્યો હતો.

માહિતી જાહેર ન કરી શકાયઃ જોકે, ગુજરાત યુનિવર્સિટીએ સીઆઈસીના આ હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ સમગ્ર મામલે સોલી સિટ્ટર જનરલ તુષાર મહેતા દ્વારા માહિતી રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટીએ રજૂઆત કરી હતી કે, વર્ષ 2016માં જ ડિગ્રીને ઓનલાઈન મૂકી દેવામાં આવી હતી. કોઈ પણ વિદ્યાર્થીની ડિગ્રી એ અંગત માહિતી કહેવાય છે અને માહિતી અધિકારના કાયદામાં અંગત માહિતી આપવા ઉપર બાધ્ય છે. જ્યાં સુધી એ અંગત માહિતી જાહેરહિત અથવા જાહેર બાબતને લગતી ન હોય ત્યાં સુધી આવી માહિતી જાહેર કરી શકાય નહીં.

કેજરીવાલના વકીલે કરી રજૂઆતઃ બીજી તરફ આ મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે એડવોકેટ ઓમ કોટવાલે જણાવ્યું હતું કે, ચીફ ઈન્ફર્મેશન કમિશનર દ્વારા જે હુકમ કરવામાં આવ્યો હતો. તે વડાપ્રધાનના કાર્યાલયને લગતો હુકમ હતો. વડાપ્રધાનના કાર્યાલય દ્વારા દ્વારા વડાપ્રધાનની શૈક્ષણિક લાયકાતોની વિગતો અરજદારને એટલે કે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને આપવામાં આવે. ગુજરાત યુનિવર્સિટીને આ મુદ્દે કઈ લાગતું વળગતું જ નથી. ગુજરાત યુનિવર્સિટી પોતે એક પબ્લિક ઑથોરિટી થઈને આ પ્રકારનો બચાવ કરી શકે નહીં.

આ પણ વાંચોMorbi Bridge Collapse: મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલહવાલે, પૂછપરછમાં બહાર આવેલી માહિતી અંગે પોલીસ મૌન

કેજરીવાલે માગી હતી મોદીની ડિગ્રીઃનોંધનીય છે કે, અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન અને માસ્ટરની ડિગ્રીઓ યુનિવર્સિટીઓ પાસેથી મગાવી હતી. જોકે, યુનિવર્સિટીઓએ મનાઈ ફરમાવી દેતા અરવિંદ કેજરીવાલે માહિતી અધિકારના કાયદા હેઠળ ચીફ ઈન્ફોર્મેશન કમિશનરને ડિગ્રી બાબતે અરજી કરી હતી. આ અરજીનો સીઆઇસીએ સ્વીકાર કરીને યુનિવર્સિટીઓને ડિગ્રીઓ જાહેર કરવા હુકમ કર્યો હતો. યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઈન માહિતી આપી દેવામાં આવી હતી, પરંતુ અરવિંદ કેજરીવાલ દ્વારા પરિણામ મગાવવામાં આવતા સીઆઈસીના આ હુકમને ગુજરાત હાઇકોર્ટે પડકાર્યો હતો.

સીઆઈસીનો આદેશ ભૂલભરેલોઃ ગુજરાત યુનિવર્સિટીઃ મહત્વનું છે કે, વર્ષ 2016માં જ્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેન્દ્રિય માહિતી આયોગના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સીઆઈસીનો અધિકાર ક્ષેત્ર કેન્દ્ર સરકાર હેઠળની જાહેર સત્તા સુધી જ વિસ્તરેલો છે. જ્યારે યુનિવર્સિટી તેના અધિકાર ક્ષેત્રની બહાર આવી ગઈ છે. તેથી સીઆઈસીનો આદેશ સ્પષ્ટ પણે ભૂલભરેલો છે અને તેને રદ કરીને બાજુ પર રાખવાની જરૂર છે. તો આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ ચૂકાદો અનામત રાખ્યો છે. ને આ મામલે હાઈકોર્ટ ચૂકાદો આગામી દિવસોમાં જાહેર કરશે.

Last Updated : Feb 9, 2023, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details