ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat High court : કોર્ટની ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા બાબતે સુરત કમિશનર શાલીન અગ્રવાલએ કોર્ટમાં બિનશરતી માફી માંગી - High Court Orders in TP Scheme

સુરતશહેરમાં ચાલી રહેલી લિંબાયત ટીપી સ્કીમમાં હાઇકોર્ટના આદેશ છતાં પણ અધિકારીઓ દ્વારા ફેરફાર કરવામાં આવતા કોર્ટે ફરી અધિકારીઓને હાજર થવા આદેશ આપ્યા છે. જેમાં મોટા નિર્ણય લેવાઈ શકે છે. આવી રીતે પદ નો ખોટો ઉપયોગ કરી કોર્ટના આદેશને ગંભીરતાથી લીધો નથી.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 7, 2023, 10:03 AM IST

Updated : Mar 7, 2023, 6:20 PM IST

સુરત:શહેરમાં આવેલા વિસ્તાર એવા લિંબાયત ટીપી સ્કીમમાં હાઇકોર્ટના આદેશ હોવા છતાં પણ અધિકારીઓએ પોતાની રીતે ફેરફાર કરી દેતા કોર્ટે આંખ લાલ કરી પગલાં લીધા છે. ફરી એકવાર અધિકારીઓની મનમાનીનો મોટો દાખલો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં મામલો કાયદેસરના પગલાં સુધી પહોંચ્યો છે.

અધિકારી હાજર હો: હાઈકોર્ટ સુરત નગરપાલિકા કમિશનર અને અધિકારીઓ ઉપર અદાલતની ન્યાયિક પ્રક્રિયાની અવમાનના બદલ સુરત કમીશ્નરને રૂબરૂ કોર્ટમાં હાજર રહેવા માટે જણાવ્યું હતું. સુરત નગરપાલિકા કમિશ્નર શાલીની અગ્રવાલને હાઇકોર્ટની અવમાનના બદલ ગુજરાત હાઇકોર્ટે રૂબરૂ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. જે મુદે આજે સુરત કમિશ્નર કોર્ટ સમક્ષ હાજર થયા હતા. તેમણે કોર્ટની અવમાનના બદલ બિનશરતી માફી માંગી હતી. પ્લોટના પઝેશન મામલે જે કામગીરી કરાઈ હતી તેની પણ જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો Doctor Atul Chag Suicide Case: ડોક્ટરના પરિવારે HCમાં કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની અરજીની પ્રક્રિયા શરૂ કરી

ટકોર પણ કરવામાં આવી:સુરત કમિશનર વતી એડવોકેટ જનરલે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. જોકે કોર્ટ દ્વારા તેમની બિનજરતી માફીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેથી અધિકારીને થોડી રાહત થઈ હતી. ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા બદલ ટકોર પણ કરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો?સુરત શહેરના લિંબાયત ઝોન દ્વારા ટીપી 34 માં અમલીકરણના ફેરફારમાં કબજો કર્યો હતો. ફેરફાર થવાના કારણે મૂળ માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટમાં અરજી થવા છતાં પણ લિંબાયત જૂથના અધિકારીઓએ ટીપી સ્કીમમાં સૂચિત ફેરફાર કર્યા હતા. સુરત મનપાના લિંબાયત ઝોનના અધિકારીઓએ ફાઇનલ પ્લોટ ફાળવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના આદેશની રાહ જોયા વગર અધિકારીઓએ ઉતાવળ કરી અમલવારી કરી નાખી. મનપાની અમલવારીથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ નિર્જર દેસાઈ દ્વારા આ સમગ્ર મામલે આકરૂ મૌખિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો Gir Somnath Crime News : ડોક્ટર ચગની આત્મહત્યાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચે તેવી શક્યતા

આદેશ આપ્યા:આ સ્કીમમાં જેલ સંપૂર્ણ કામગીરી નિયમોમાં રહીને કરવામાં આવતી હતી. પરંતુ આ ડ્રાફ્ટ ડાઉન પ્લાનિંગ સ્કીમમાં સુરત કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા બદલાવ કરવામાં આવતા આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટે નોટિસ ફટકારી હતી.. જો કે કોર્ટ દ્વારા જે નોટિસ ઇશ્યું કરવામાં આવી હતી અને જે ન્યાયિક પ્રક્રિયા ચાલતી હતી. તેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી વ્યક્તિના ફાયદા માટે થઈને ગ્રાફ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં બદલાવ કરવામાં આવ્યો હતો. જેને લઈને હાઇકોર્ટની નોટિસ હોવા છતાં પણ ફેરફાર કરવામાં આવતા હાઈકોર્ટે વીજવેગે આદેશ આપ્યા હતા.

ખાનગી વ્યક્તિના એજન્ટ:કોર્ટે આકરું વલણ દાખવતા કહ્યું હતું કે, ખાનગી વ્યક્તિના ફાયદા માટે થઈને ન્યાયિક પ્રક્રિયા પડતર હોય તેવામાં કાયદો હાથમાં લેવાનો સત્તાવાળાને કોઈ જ અધિકાર નથી . ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરનાર કોઈને પણ ચલાવી લેવાશે નહીં. તે કોઈપણ અધિકારી હોય કે પછી પ્રશાસન હોય કોઈની પણ દરમિયાનગીરી સાખી લેવાશે નહીં. આ સમગ્ર મામલે હાઇકોર્ટે પોતાનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશન ખાનગી વ્યક્તિના એજન્ટ ની જેમ કામ કરી રહી હોય તેવું લાગે છે. આવા કેસોમાં કોર્ટ નોટિસ કાઢે તેમ છતાં પણ ઓફિસર્સ એમનું ધાર્યું કરે અને પછી અધિકારીઓ આવીને માફી માંગી લે એવું ચલાવી લેવાય નહીં.જ્યારે સામાન્ય માણસ ન્યાય મેળવવા માટે થઈને અદાલતની અંદર આવતો હોય છે ત્યારે તે એક ન્યાય મળશે એવો વિશ્વાસ રાખતો હોય છે પરંતુ આવા અધિકારીઓ અને પ્રશાસનના કારણે જ્યારે ન્યાયની પ્રક્રિયામાં દખલગીરી કરવામાં આવે છે તેને કોર્ટ કોઈપણ પ્રકારે ચલાવી લેશે નહીં.

Last Updated : Mar 7, 2023, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details