અમદાવાદ :કેન્દ્ર સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવો ભારતમાલા પરિયોજના ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ વિવાદ ગુજરાત હાઇકોર્ટના દ્વારે પહોંચ્યો છે. ભારતમાલા પરિયોજના અંતર્ગત ખેડૂતોની જે જમીનની સંપાદન કરવામાં આવી રહી છે. તે જમીન માલિકોના ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટ પાસે ન્યાય માટે દાદ માંગી છે. સરકાર દ્વારા જે જમીન સંપાદન કરવામાં આવી રહી છે તે વિસ્તારની પ્રાઇમ એગ્રીકલ્ચર ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. હવે સરકાર આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાથી પાકની અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે.
શું છે અરજી : અમદાવાદ થરાદ એક્સપ્રેસ હાઈવે જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેને સરકાર દ્વારા ભારતમાલા પરીયોજના નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ લઈને અમદાવાદ બનાસકાંઠા વિસ્તારના ગામોની જમીનનું સંપાદનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ જમીનના સંપાદનના કામમાં ખેડૂતોની મિશ્ર ધાન્યની જમીનો સંપાદનમાં જતા ખેડૂતોએ સંગઠન બનાવીને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
પ્રાઇમ એગ્રીકલ્ચર ઝોન : ખેડૂતો દ્વારા જે અરજી કરવામાં આવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ વિસ્તારને સરકાર દ્વારા જ થોડા સમય પહેલા ગ્રીનલેન્ડ એટલે કે પ્રાઇમ એગ્રીકલ્ચર ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આ જમીન એ મિશ્ર ધાન્યની ઉપજ માટે ખૂબ જ સારી છે. તેમજ આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ખેતી માટે પાણી પણ મળી રહે છે. આ પ્રકારની જમીનમાં સરકાર જે કાર્ય કરી રહી છે તે ખૂબ જ ગંભીર છે.