ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને કર્યા પ્રતિક ધરણા

કોરોના કાળ દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં 11 મહિનાથી વધુ પ્રત્યક્ષ સુનાવણી ન થતા આજે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યોએ પ્રતીક ધરણા કર્યા હતા. ગુજરાત હાઇકોર્ટના ગેટ નંબર 2 ઉપર પ્રત્યક્ષ સુનવણીની માગ સાથે પ્રતિક ધરણા કરાયા હતા.

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને કર્યા પ્રતિક ધરણા
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને કર્યા પ્રતિક ધરણા

By

Published : Feb 19, 2021, 1:14 PM IST

Updated : Feb 19, 2021, 1:28 PM IST

  • ગુજરાત હાઇકોર્ટના વકિલો આજે પ્રતિક ધરણા ઉપર
  • પ્રત્યક્ષ સુનવણીની કરાઈ માગ
  • SOPના પાલન સાથે કોર્ટ ઓફલાઇન શરૂ કરવા માગ

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને(GHHA) હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પ્રત્યક્ષ સુનાવણી માટે અગાઉ લેખિત અરજી આપી હતી. GHHAના જનરલ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, નામદાર હાઇકોર્ટે એસોસિયેશનના પ્રેસિડેન્ટને જવાબમાં એક પત્ર પાઠવ્યો છે. જેમાં હાઇકોર્ટે એક કમિટીનું ગઠન કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને કર્યા પ્રતિક ધરણાં

SOPના પાલન સાથે કોર્ટ ઓફલાઇન શરૂ કરવા માગ

જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, છેલ્લા 11 મહિનાથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનવણી ન થતા એસોસિયેશનના એડવોકેટ્સ અને તેમને સંલગ્ન સ્ટાફ ઉપર આર્થિક બોજો પડી રહ્યો છે અને હવે જ્યારે કોરોનાની અસર ઓછી વર્તાઈ રહી છે, શાળાઓ તેમજ ક્રિકેટ જેવા ક્ષેત્રે છૂટછાટ મળી રહી છે ત્યારે કોર્ટમાં પણ પ્રત્યક્ષ સુનવણી SOP સાથે શરૂ થવી જોઈએ. તેમણે બાંહેધરી આપતા જણાવ્યું હતું કે, જો નામદાર કોર્ટમાં પ્રત્યક્ષ સુનવણી શરૂ થાય તો કોર્ટ દ્વારા બહાર પાડેલી નિર્દેશિકાનો સૌ કોઈ પાલન કરશે.

Last Updated : Feb 19, 2021, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details