અમદાવાદ : દિવાળીના પર્વના પાંચ દિવસમાં ઉજવણીમાં ફટાકડા ફોડવા, ફરવા જવું અને વિવિધ વાનગીઓના ખાનપાનમાં લોકો મસ્ત રહેતા હોય છે. આ વચ્ચે દિવાળીમાં ફટાકડા ફોડતા આગના બનાવો સાથે સાથે ઈજાઓ થવી, તબિયત બગાડવી જેવા ઇમરજન્સી કોલ 108 એમ્બ્યુલન્સને મળતા હોય છે.. જેને લઈને 108 ઇમરજન્સી સેવાઓ માટે નો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે..આ વર્ષે ત્રણ દિવસ દરમિયાન 22ટકા ઇમરજન્સી કોલમ વધારો થવાની શક્યતા છે.
108 Emergency : દિવાળીની ઉજવણીને લઇ 108 તૈયાર, ઇમરજન્સી કોલ અને કેસોમાં 9થી 22 ટકા જેટલો વધારો થવાની સંભાવના - 108
દિવાળીની ધામધૂમ વચ્ચે ઇમરજન્સી કેસમાં વધારો થઇ શકે છે. એક અનુમાન પ્રમાણે સામાન્ય દિવસોની સરખામણીએ ઇમરજન્સી કોલ અને કેસોમાં 9થી 22 ટકા જેટલો વધારો થશે. ત્યારે 108 પોતાની એમ્બ્યુલન્સ સેવામાં અને સ્ટાફ ખડેપગે રહેશે. સાથે જ નાગરિકોને દિવાળીમાં તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
Published : Nov 8, 2023, 9:33 PM IST
દિવાળીની સીઝનમાં ઈમરજન્સી કોલમાં વધારો : 108 ઇમરજન્સી સેવા સીઓઓ જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દિવાળીની સીઝનમાં ઈમરજન્સી કોલમાં વધારો થાય છે. પાછલા વર્ષના વલણના આધારે આ વર્ષે દિવાળીના દિવસે 9.06 ટકા, નવું વર્ષ 23.30 ટકા અને ભાઈબીજ 22.24 ટકા કેસોમાં વધારો થઈ શકે છે. સંભવિત ઇમરજન્સીના કેસની સંખ્યા દિવાળીના દિવસે 4320 નવા વર્ષના દિવસે 4884 અને ભાઈબીજના દિવસે 4842 વધી શકે છે. આ સાથે લોકો જ્યારે તહેવાર ઉજવણી ત્યારે ફટાકડા ફોડતાં સમયે પણ તજેદારી રાખે તેવી સલાહ આપવામાં આવી છે..હૃદય સંબંધિત બીમારીઓ માટે ખાવાપીવામાં પણ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
પ્રતિસાદ આપવા તૈયાર : દિવાળીના દિવસોમાં ઇમરજન્સીના કેસો વધવાની સંભાવનાને પગલે મહત્વના સ્થળો પર 108 એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કે રીલોકેટ કરીને કટોકટીની સ્થિતિમાં તરત જ મદદમાં પહોંચી જાય તેવું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. કોલ સેન્ટર રિસ્પોન્સ ઓફિસર સાથે તમામ પાયલોટ અને ઇએમટી તૈયાર છે અને દિવાળી દરમિયાન કટોકટીમાં અપેક્ષિત ઇમર્જન્સી કેસના વધારે પ્રતિસાદ આપવા માટે તૈયાર છે.
- Junagadh News : નવરાત્રીના તહેવારોમાં 108 એમ્બ્યુલન્સ ખડેપગે, જૂનાગઢ જિલ્લામાં હૃદય રોગથી મોતનો એક પણ કિસ્સો બન્યો નથી
- 108 Ambulance Launch : અત્યાધુનિક 108 એમ્બ્યુલન્સની ઇમરજન્સી ટ્રેકિંગ સિસ્ટમથી આરોગ્ય સુવિધા બનશે ઝડપી- ઋષિકેશ પટેલ
- 108 Ambulance: 108ની ટીમની સરાહનીય કામગીરી, ઈલાવ ગામની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી