ગત વર્ષની જો વાત કરવામાં આવે તો ગત વર્ષે 30,000 જેટલી ડિગ્રી એન્જિનિયરિંગની બેઠકો ખાલી રહી હતી, જો કે આ વર્ષે એસીપીસી દ્વારા ઇજનેરી કોલેજમાં પ્રવેશ વિતરણ માટે 21મીથી પિન વિતરણ કરવામાં આવી રહ્યુ છે, રાજ્યની 137 ઇજનેરી કોલેજની 60937 જેટલી સીટો માટે અને ડિગ્રી અને ડિપ્લોમાની 80 કોલેજની 5795 બેઠકો માટે 21મીથી રજીસ્ટ્રેશન શરૂ થયુ છે અને acpcની વેબસાઈટ પર તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે.
રાજ્યની ઇજનેરી કોલેજોમાં આજથી 'પિન' વિતરણ ચાલુ કરવામાં આવ્યું - engineering Collage
અમદાવાદઃ રાજ્યની ઈજનેરી કોલેજોમાં આજથી 'પિન' વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે ગતવર્ષ કરતાં આ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પણ ગત વર્ષ કરતાં આ વર્ષે એન્જિનિયરિંગમાં વધુ બેઠકો ખાલી રહે તેવી પરિસ્થિતી સર્જાઈ છે.
જી.પી વડોદરિયા, ACPC ડીન
આ મામલે એસીપીસીના ડીન જી.પી વડોદરિયાએ માહિતી આપતા જણાવ્યું કે એસીપીસીના 86 હેલ્પસેન્ટરો પર દરેક વિદ્યાર્થીઓએને માહિતી મળી શકેશે, ખાસ કરીને કોઈ પણ એજન્ટની વાતોમાં આવવું નહીં તથા 21 તારીખથી બીફાર્મ ડિગ્રીના પિન વિતરણ ચાલુ કરવામાં આવશે