અમદાવાદ:ગુજરાતમાં ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. હવે પહેલી ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરની રાહ જોવાઈ રહી છે. ઉમદેવારો ફાઈનલ થઈ ગયા છે. મતદારોને પોતાની તરફ લુભાવવા(attract to voters) ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર( door to door campaign) કરી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જોઈએ ઈ ટીવી ભારતનો વિશેષ ઓવરઓલ ન્યૂઝ રિપોર્ટ(Overall special news report).
ગુજરાત ચૂંટણી સંગ્રામઃ આજની મહત્વની ઘટનાઓ, જુઓ - election mode
ગુજરાતમાં ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. હવે પહેલી ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરની રાહ જોવાઈ રહી છે. ઉમદેવારો ફાઈનલ થઈ ગયા છે. મતદારોને પોતાની તરફ લુભાવવા(attract to voters) ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર( door to door campaign) કરી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જોઈએ ઈ ટીવી ભારતનો વિશેષ ઓવરઓલ ન્યૂઝ રિપોર્ટ(Overall special news report).
દસકાઓ સુધી કોંગ્રેસનું શાસન: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ચાર શહેરોમાં જાહેરસભા કરીને પ્રચાર કર્યો હતો. તેમજ ઉત્તર પ્રદેશના આદિત્યનાથ યોગી કચ્છના રાપર અને સુરતમાં પ્રચાર કર્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજકોટના જસદણ, સુરેન્દ્રનગરના પાટડી અને સુરતના પલસાણામાં સભા કરી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાએ ગઢડા, જૂનાગઢ અને સુરતમાં પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં સભામાં સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસનું દસકાઓ સુધી શાસન રહ્યું, શું થયું મને કહો. આપણે ભાજપ સરકાર આવ્યા પછી દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો છે. વિકાસ તેજ ગતિએ ચાલી રહ્યો છે. સરકારી યોજનામાં કોઈપણ નાણા મારે મોકલવા હોય તો એક બટન દબાવું અને તમારા બધાના ખાતામાં સહાયના કે સબસીડીના પૈસા જમા થઈ જાય. ભાજપે જે વિકાસ કર્યો છે તે ગજબ છે અને મને વિશ્વાસ છે કે તમે ભાજપને જ મત આપવાના છો.