ગુજરાત

gujarat

ETV Bharat / state

જમાલપુર ખાડિયા બેઠક પર 58,235 મત સાથે ઈમરાન ખેડાવાલાનો વિજય, ભાજપને 440 વોલ્ટનો ઝટકો - Low turnout in Jamalpur Khadia

અમદાવાદની જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક (Jamalpur Khadia Assembly seat) પર કૉંગી ઉમેદવાર ઈમરાન ખેડાવાલાની 58,235 મતથી જીત થઈ છે. જ્યારે ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને 44,649 અને AIMIMને 15,685 મત મળ્યા છે. અહીંથી કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મુસ્લિમ તો ભાજપે બ્રાહ્મણ સમાજના ઉમેદવારને ટિકીટ આપી હતી. તેમ છતાં અહીં ઈમરાન ખેડાવાલા બીજી વખત વિજેતા થયા છે.

જમાલપુર ખાડિયા બેઠક કૉંગી ઉમેદવાર ઈમરાજમાલપુર ખાડિયા બેઠક પર 58,235 મત સાથે ઈમરાન ખેડાવાલાનો વિજય, ભાજપને 440 વોલ્ટનો ઝટકોન ખેડાવાલા 5636 લીડથી આગળ
જમાલપુર ખાડિયા બેઠક પર 58,235 મત સાથે ઈમરાન ખેડાવાલાનો વિજય, ભાજપને 440 વોલ્ટનો ઝટકો

By

Published : Dec 7, 2022, 2:28 PM IST

Updated : Dec 8, 2022, 11:18 AM IST

અમદાવાદઅમદાવાદની જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક (Jamalpur Khadia Assembly seat) પર કૉંગ્રેસ ઉમેદવાર ઈમરાન ખેડાવાલાનો વિજય થયો છે. તેમને અહીંથી 58235 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને 44,649 મત મળ્યા છે. તો AIMIMના ઉમેદવાર સાબિર કાબલીવાલાને 15,685 મત મળ્યા છે. ત્યારે અમદાવાદની જમાલપુર ખાડિયા એવી બેઠક (Jamalpur Khadia Assembly seat) છે, જ્યાં વર્ષ 2017માં કૉંગ્રેસે ભાજપને હરાવી 440 વોલ્ટનો ઝટકો આપ્યો હતો. ત્યારે આવો જાણીએ આ બેઠકની વિશેષતા.

બેઠકનું મહત્વઆ બેઠકના (Jamalpur Khadia assembly constituency) મહત્વની વાત કરીએ તો, આ બેઠક પર સ્વ. અશોક ભટ્ટ જેવો રેકોર્ડ અત્યાર સુધી કોઈ નોંધાવી શક્યું નથી. અશોક ભટ્ટ વર્ષ 1960ના સમયથી જનસંઘમાં સક્રિય હતા, જે ગુજરાત સરકારના મહત્વના કામ કરી ચૂક્યા છે. વર્ષ 1975થી 2017 સુધી આ બેઠક પર ભાજપનો ગઢ રહ્યો છે. આ બેઠક ઉપર સતત 8 ટર્મથી અશોક ભટ્ટ જીત મેળવી હતી અને 2007 પછી અશોક ભટ્ટના પૂત્ર ભૂષણ ભટ્ટને (Bhushan Bhatt Jamalpur Khadia seat BJP) આ બેઠક પરથી ચૂંટણી લડવામાં આવ્યા હતા.

બેઠક પર કેટલું મતદાનઆ બેઠક પર (Jamalpur Khadia Assembly seat) આ વખતે 58.24 ટકા મતદાન થયું હતું. જ્યારે ગત ચૂંટણીમાં અહીંથી 65.31 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતની ચૂંટણીમાં 7 ટકા ઓછું મતદાન થયું હતું.

બેઠક પરના ઉમેદવારોભાજપે આ બેઠક (Jamalpur Khadia Assembly seat) પરથી ભૂષણ ભટ્ટને ફરી રિપીટ કર્યા છે. જ્યારે કૉંગ્રેસે પણ તેમના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાને આ બેઠક (Imran Khedawala Jamalpur Khadia seat) પરથી રિપીટ કર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ નવા ઉમેદવાર હારૂન નાગોરીને ટિકીટ આપી હતી.

કાંટાની ટક્કરભાજપે આ વખતે દિગ્ગજ નેતા સ્વ. અશોક ભટ્ટના પૂત્ર ભૂષણ ભટ્ટને ફરી ટિકીટ આપી છે. જોકે, વર્ષ 2017માં તેમની હાર થઈ હતી. તેમ છતાં પાર્ટીએ તેમને રિપીટ કર્યા છે. બીજી તરફ વર્ષ 2017માં ભાજપના ઉમેદવારને ધૂળ ચટાડી ધારાસભ્ય બનનારા ઈમરાન ખેડાવાલાને ફરી (Imran Khedawala Jamalpur Khadia seat) ટિકીટ આપી છે. અહીં તેમની હવા ચાલી હતી કે, ભાજપના સૂંપડા સાફ થઈ ગયા હતા. તેઓ કૉંગ્રેસ સાથે છેલ્લા ઘણા સમયથી સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા ઉમેદવાર હારૂન નાગોરીને ટિકીટ આપી હતી. આ બેઠક પર મુસ્લિમ સમાજનું પ્રભુત્વ વધારે હોવાથી કૉંગ્રેસ અને આપે મુસ્લિમ સમાજના ઉમેદવારને ટિકીટ આપી છે. એટલે અહીં કાંટાની ટક્કર જોવા મળશે.

જ્ઞાતિ સમીકરણઅહીંજ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો, આ વિસ્તારમાં (Jamalpur Khadia assembly seat) સૌથી વધારે મુસ્લિમોનું વર્ચસ્વ રહેલું છે. આ ઉપરાંત સોની, દરજી, મોચી, વણકર ઓબીસી જ્ઞાતિ પણ આ વિસ્તારમાં જ રહે છે. વિશેષતા એ છે કે, મધ્યમ વર્ગના રહેતા લોકો છે. મોટા ભાગના લોકો મજૂરીકામ તેમ જ છૂટક કામ પર નિર્ભર છે.

મતદાન સમયે શું માહોલ હતોઅહીં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણીના મેદાને હતા. ત્યારે અહીંના મતદારોએ પણ નિરસ મતદાન કરતાં ઉમેદવારોની ચિંતા વધી છે. સાંજ થતાં અહીં મતદાનની (Low turnout in Jamalpur Khadia) ટકાવારી 52.78 ટકાએ આવીને ઊભી રહી હતી.

Last Updated : Dec 8, 2022, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details