અમદાવાદશહેરની (Gujarat Election 2022) ચર્ચાસ્પદ એવી જમાલપુર ખાડિયા વિધાનસભા (Jamalpur Khadia assembly constituency) બેઠક, જ્યાં વર્ષ 1975થી વર્ષ 2017 સુધી ભાજપનું પ્રભુત્વ રહ્યું હતું, પરંતુ છેલ્લી 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડવાલાએ (Imran Khedawala Congress Candidate Jamalpur Khadia) ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને (Ahmedabad Bhushan Bhatt BJP Candidate) હરાવી ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું.
બીગ ફાઈટ થશે શહેરની 16 વિધાનસભા બેઠક પર પૈકી જમાલપુર-ખાડીયા વિધાનસભા બેઠક (Jamalpur Khadia assembly constituency) હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે, પરંતુ આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર નામ પણ જાહેર કરી દીધા છે. ત્યારે આ બેઠક પર બીગ ફાઈટ જામે તો નવાઈ નહીં.
જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારઆ બેઠક (Jamalpur Khadia assembly constituency) જે હંમેશા ભાજપનો ગઢ ગણવામાં આવે છે, પરંતુ 2017ની ચૂંટણીમાં પરંપરા બદલાઈ ગઈ હતી. અહીં કૉંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાની (Imran Khedawala Congress Candidate Jamalpur Khadia) હવા એવી ચાલી કે, ભાજપના સૂંપડા સાફ થઈ ગયા હતા. એટલે કૉંગ્રેસે આ બેઠક પર ફરી એક વાર ઈમરાન ખેડાવાલાને ટિકીટ આપી છે. તેઓ કૉંગ્રેસ સાથે છેલ્લા ઘણા સમયથી સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે.
ભાજપના ઉમેદવારભાજપના ઉમેદવાર તરીકે ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટના પૂત્ર ભૂષણ ભટ્ટને 2017 હાર (Ahmedabad Bhushan Bhatt BJP Candidate) થયા બાદ પણ ફરી એક વાર તેમની પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. ભૂષણ ભટ્ટ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ડિરેકટર તરીકે ફરજ પદ બજાવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના હારુન નાગોરીને ઉમેદવારઆમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં (Aam Aadmi Party Gujarat) પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે. ત્યારે જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક (Jamalpur Khadia assembly constituency) મુસ્લિમ સમાજનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. તેને લઈને આમ આદમી પાર્ટીએ પણ હારૂન નાગોરીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હારુન નાગોરીનું મુસ્લિમ સમાજમાં પ્રભુત્વ છે. તેમ જ તેઓ સામાજિક કામોમાં પણ અગ્રેસર હોવાથી આપે ટિકીટ આપી છે.