અમદાવાદશહેરની હોટ સીટ એટલે ઘાટલોડિયા વિધાનસભા બેઠક. આ એવી બેઠક (Ghatlodia Assembly Constituency) છે, જેણે ગુજરાતને પહેલા આનંદીબેન પટેલ અને બીજા ભૂપેન્દ્ર પટેલ (Ahmedabad Bhupendra Patel BJP Candidate) એમ એક પછી એક 2 મુખ્યપ્રધાન આપ્યા છે. ત્યારે ભાજપના ગઢ સમાન આ બેઠકને જીતવા કૉંગ્રેસ આ વખતે તેમનાં વરિષ્ઠ નેતા અમીબેન યાજ્ઞિકને ટિકીટ (Amee Yagnik Congress Candidate For Ghatlodia) આપી છે. તો આમ આદમી પાર્ટીએ સામાજિક કાર્યકર્તા વિજય પટેલને (Vijay Patel AAP Candidate For Ghatlodia) મેદાને ઉતાર્યા છે. તો હવે આ બેઠક પર બિગ ફાઈટ જામે તો નવાઈ નહીં.
ભાજપે રિપીટ કર્યા ઉમેદવાર ઘાટલોડિયા વિધાનસભા બેઠક (Ghatlodia Assembly Constituency) જે હંમેશા ભાજપનો ગઢ ગણવામાં આવે છે. ગત વખતે જેમ આ વખતે પણ ભૂપેન્દ્ર પટેલ રિપીટ (Ahmedabad Bhupendra Patel BJP Candidate) કરવામાં આવ્યા છે, જે ગુજરાત મુખ્યપ્રધાન પદ પર છે અને આગામી સમયમાં પણ વિજય મેળવ્યા બાદ ભાજપ તરફથી મુખ્યપ્રધાન ઉમેદવાર છે. તેઓ અહીંયાથી કોર્પોરેશન ચૂંટણી પણ જીતીને સ્ટેન્ડીગ કમિટી સભ્ય બન્યા હતા.
(1) ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ (2) કૉંગ્રેસનાં ઉમેદવાર અમીબેન યાજ્ઞિક (3) AAPના ઉમેદવાર વિજય પટેલ કૉંગ્રેસ ઉમેદવાર વરિષ્ઠ નેતાકૉંગ્રેસે આ બેઠક પર ઉમેદવાર તરીકે અમીબેન યાજ્ઞિકને (Amee Yagnik Congress Candidate For Ghatlodia) આ વખતે ટિકીટ આપી છે. તેઓ રાજ્યસભાના કૉંગ્રેસ સાંસદ તેમ જ ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત પણ કરે છે. તેઓ કૉંંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. સાથે જ તેઓ પ્રાદેશિક કક્ષાએ પણ કૉંગ્રેસમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. આ સાથે સ્થાનિક પ્રશ્નોમાં પણ તેઓ હંમેશા સક્રિય જોવા મળી આવે છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય પટેલઆમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રથમ વખત (Vijay Patel AAP Candidate For Ghatlodia) ચૂંટણી લડી રહી છે. આ બેઠક એ પાટીદારનો ગઢ માનવામાં આવે છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ પણ વિજય પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વિજય પટેલ એક સામાજિક સક્રિય કાર્યકર્તા છે. તે સમાજલક્ષી અને કામોમાં હાજર જોવા મળી આવે છે.
આ બેઠકનું મહત્વઘાટલોડિયા બેઠક (Ghatlodia Assembly Constituency) ઘણા વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. આ વિસ્તારમાં સૌથી વધારે પાટીદારોનું મતદારો છે. આ બેઠક પરથી ગુજરાતને બે મુખ્યપ્રધાન મળ્યા છે. તેમ જ દેશના ગૃહપ્રધાન અમિત શાહ પણ આ બેઠક તેમના મતક્ષેત્રની અંદર આવે છે. આ બેઠક પ્રભાતચોક, રન્ના પાર્ક, શાયોના સિટી, ચાણક્યપુરી જેવા ગામો આવેલા છે. વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા તેમનું પદ આંંનંદીબેન પટેલને સોંપવામાં આવ્યું હતું, જે ઘાટલોડિયા બેઠક ઉપરથી જ વિજય મેળવ્યો હતો. વર્ષ 2016માં પાટીદાર આંદોલનના કારણે તેમની ખુરશી છીનવી લીધી હતી અને પાટીદાર આંદોલનો મુખ્ય સેન્ટર પણ ઘાટલોડિયા જ રહ્યું હતું. તો તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્યપ્રધાનનું પદ ભૂપેન્દ્ર પટેલને (Ahmedabad Bhupendra Patel BJP Candidate) આપવામાં આવ્યું હતું. તેઓ પણ ઘાટલોડિયા બેઠક પરથી જ ચૂંટાઈને આવ્યા હતા.
જાતિગત સમીકરણઆ બેઠક (Ghatlodia Assembly Constituency) પર હંમેશા ભાજપનો ગઢ ગણવામાં આવે છે. સૌથી વધુ અહીંયા પાટીદારોની વસ્તી જોવા મળી આવે છે. આ બેઠક પર રબારી, ભરવાડ, ઠાકોર જ્ઞાતિ પણ જોવા મળી આવે છે. આ બેઠક પર શિક્ષણનું પ્રમાણ 83 ટકા જોવા મળી આવે છે. તો મહિલાનું શિક્ષણ પ્રમાણ 80 ટકા જોવા મળી આવે છે.
મતદારોની સંખ્યામતદારની સંખ્યાની વાત કરવામાં આવે તો, અહીં કુલ મતદારો 4,26,851 છે. આમાંથી પુરૂષ મતદારો 2,19,564, મહિલા ઉમેદવારો 2,07,273 અને અન્ય 14 ઉમેદવારો છે.
વર્ષ 2017 ચૂંટણીનું પરિણામ2017ના પરિણામની વાત કરવામાં આવે તો, ભાજપ તરફથી ભુપેન્દ્ર પટેલને અને કોંગ્રેસ તરફથી શશીકાંત પટેલને ટિકિટ આપવામાં આવી હતી. આમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ (Ahmedabad Bhupendra Patel BJP Candidate) 1,15,000થી પણ વધુ મતથી વિજય થયો હતો, પરંતુ 2012ની સરખામણીમાં 2017માં તેમનું વોટ શેરિંગ ઘટીને 72.5 ટકા નોંધાયું હતું.