ગુજરાત

gujarat

ETV Bharat / state

કૉંગ્રેસના ગઢ બાપુનગરમાં ગાબડું પાડવા ભાજપ અને AAPએ સામાજિક કાર્યકર્તાને ઉતાર્યા મેદાને

અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક (Bapunagar Assembly Constituency) પર આ વખતે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય વચ્ચે ત્રિપાંખીયો જંગ થશે. ભાજપે અને આમ આદમી પાર્ટીએ આ વખતે સામાજિક કાર્યકર્તાઓને ટિકીટ આપી છે. જ્યારે કૉંગ્રેસે પીઢ નેતાને મેદાને ઉતાર્યા છે. ત્યારે આ બેઠક પર અનુભવી બાજી મારે છે કે પછી નવા નિશાળિયા ઉમેદવાર જીતી (Gujarat Election 2022) જશે તે અંગે જોઈએ આ અહેવાલ.

કૉંગ્રેસના ગઢ બાપુનગરમાં ગાબડું પાડવા ભાજપ અને AAPએ સામાજિક કાર્યકર્તાને ઉતાર્યા મેદાને
કૉંગ્રેસના ગઢ બાપુનગરમાં ગાબડું પાડવા ભાજપ અને AAPએ સામાજિક કાર્યકર્તાને ઉતાર્યા મેદાને

By

Published : Nov 15, 2022, 3:04 PM IST

અમદાવાદશહેરની બાપુનગર વિધાનસભા બેઠક (Bapunagar Assembly Constituency) પર લડવૈયા ચહેરા સામે આવી ગયા છે. ભાજપે આ બેઠક માટે પોતાની નો રિપીટ થિયરી અપનાવતા જગરૂપસિંહ રાજપૂતને પડતા મૂકી દીધા છે. સાથે જ ભાજપે સામાજિક કાર્યકર્તા એવા દિનેશસિંહ કુશવાહને (Ahmedabad Dineshsinh Kushwah BJP Candidate) આ બેઠક પરથી ટિકીટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ રાજેશ દિક્ષિત અને કૉંગ્રેસના પીઢ નેતા હિમતસિંહ પટેલને (Himmatsingh Patel Congress Candidate for Bapunagar) ટિકીટ આપી છે. આ સાથે જ આ બેઠક પર બીગ ફાઈટ જોવા મળશે.

અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠક પર પૈકી બાપુનગર વિધાનસભા બેઠક (Bapunagar Assembly Constituency) હંમેશા રસપ્રદ જોવા મળી આવે છે, પરંતુ આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે. ગુજરાત વિધાનસભાની આ બેઠક પર બિગ ફાઈટ જામે તો નવાઈ નહીં.

બાપુનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારએલિસબ્રિજ વિધાનસભા બેઠક (Ellisbridge Legislative Assembly) પર આ વખતે અલગ જ જોવા મળી આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર દિનેશસિંહ કુશવાહને (Ahmedabad Dineshsinh Kushwah BJP Candidate) ટિકીટ આપવામાં આવી છે. તેઓ સામાજિક કાર્યકર્તા પણ છે, જે અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમ જ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

કૉંગ્રેસના ઉમેદવારકૉંગ્રેસે આ વખતે ફરી અમદાવાદ શહેરના પૂર્વ મેયર તેમ જ કૉગ્રેસના વર્તમાન ધારાસભ્ય હિમતસિંહ પટેલને (Himmatsingh Patel Congress Candidate for Bapunagar) ટિકીટ આપી છે. તેઓ પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી સમયથી કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે. તેઓ 1979થી 1983 સુધી NSUI ઉપપ્રમુખ તરીકે, 1995થી 2000 સુધી અમદાવાદ વિરોધ પક્ષના નેતા, વર્ષ 2000થી 2003 સુધી અમદાવાદ શહેરના મેયર તરીકે 1995થી 1998 સુધી સ્ટેન્ડીગ કમિટીના સભ્ય સહિત અનેક પદ પર રહી કૉંગ્રેસમાં મહત્વનો ફાળો આવ્યો છે.

આમ આદમી પાર્ટીના રાજેશ દિક્ષિત મેદાનેઆમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ દીક્ષિતને (AAP Candidate Rajesh Dikshit for Bapunagar) ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.જે સામાજિક કાર્યકર્તા છે.જે સેવાભાભી સંસ્થા સાથે સંકળાયેલા છે.

બાપુનગર બેઠકનું મહત્વઅમદાવાદ શહેરની વિધાનસભા બેઠકમાં (Bapunagar Assembly Constituency) અમદાવાદ મહાનગરપાલિકા બાપુનગર, રખિયાલ, દરિયાપુર, સરસપુર વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. બાપુનગર વિધાનસભા વિસ્તારમાં રખિયાલ વિસ્તારમાં મોટા ભાગના ઔદ્યોગિક વિસ્તાર આવેલો હોવાથી લોકો અહીંયા વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. નાના વેપારી, લઘુઉદ્યોગ ક્ષેત્રે કામ કરતા લોકો મોટા પાયે વસવાટ કરે છે. આ બેઠક પર મોટા ભાગના લોકો પરપ્રાંતીય લોકો વસવાટ ધરાવે છે. વિસ્તારમાં નવું ડ્રેનેજ પંપિંગ સ્ટેશન અને તેને સંલગ્ન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે.

જાતિગત સમીકરણનવા સીમાંકન બાદ આ બેઠક પર ઓબીસી, દલિત અને મુસ્લિમ સમુદાય જોવા મળે છે. અહીં જેમાં દલિત સમાજના 14,549, આદિજાતિ સમાજના 1117, મુસ્લિમ સમાજના 46,065, ઠાકોર સમાજના 1617, કોળી સમાજના 1317, રબારી સમાજના 8083, લેઉવા પટેલ સમાજના 14,549, કડવા પાટીદાર 17,783, ક્રિશ્ચિયન સમાજના 1,617, બ્રાહ્મણ સમાજના 3233, જૈન સમાજના 1617, દરબાર સમાજના 4850 મતદાતા છે. અહીં મુસ્લિમ સમાજ 24.03 ટકા તેમ જ પરપ્રાંતીય 12.01 ટકા મતદારો છે.

મતદારોની સંખ્યાતાજેતરમાં થયેલી વસ્તી ગણતરી મુજબ અહીં પુરૂષ મતદારો 1,08,437, મહિલા મતદારો 97,692 અન્ય મતદારો 13 એમ કુલ મળીને કુલ 2,06,129 જેટલા મતદારો છે.

2017 ચૂંટણીનું પરિણામવર્ષ 2017ના પરિણામની વાત કરીએ તો, કૉંગ્રેસે હિંમતસિંહ પટેલને (Himmatsingh Patel Congress Candidate for Bapunagar) ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. જ્યારે ભાજપમાંથી જગરૂપસિંહને ટિકીટ આપવામાં આવી હતી. અહીં કૉંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને 58,785 અને ભાજપ ઉમેદવાર જગરૂપસિંહને 55,718 મત મળ્યા હતા. જેમાં કૉંગ્રેસ ઉમેદવાર હિમતસિંહ પટેલનો 3067 મતથી વિજય થયો હતો.

ABOUT THE AUTHOR

...view details