અમદાવાદઃગુજરાત રાજ્યમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 283 કેસ સામે આવ્યા છે. જ્યારે 217 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. જેથી તેમની હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે ત્રણ વ્યક્તિઓના મૃત્યું થયા છે. અમદાવાદ, ખેડા અને અરવલ્લી જિલ્લામાંથી દર્દીઓનું મૃત્યું થયું છે. સતત બીજો એવો દિવસ રહ્યો છે જ્યારે દર્દીઓના મોત થયા છે. એપ્રિલ મહિનામાં કોરોના વાયરસને કારણે 15 દર્દીઓના મૃત્યું થયા છે. ગુજરાતમાં ધીમી ગતિએ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. જે ચિંતા જન્માવે છે.
આ પણ વાંચોઃ Watermelon drinks : આ ઉનાળામાં ગરમીને હરાવવા માટે 5 રિફ્રેશિંગ તરબૂચ પીણાં
એક્ટિવ કેસ વધ્યાઃદિવસે દિવસે કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. ચાર દર્દીઓની વેન્ટિલેટરની મદદથી સારવાર કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના સૌથી વધારે કેસ અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાંથી એક દિવસના કુલ 127 કેસ સામે આવી રહ્યા છે. વડોદરામાંથી 29, સુરતમાંથી 25, વડોદરા જિલ્લામાંથી 14, મહેસાણામાંથી 13, વલસાડમાંથી 11, ગાંધીનગરમાંથી 10, સુરતમાંથી 9, ગાંધીનગરમાંથી 5, પાટણ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાંથી 4, જામનગર અને નવસારીમાંથી 3 કેસ સામે આવ્યા છે. ગુજરાત રાજ્યના કુલ 15 એવા જિલ્લાઓ રહ્યા છે. જેમાંથી કોરોના વાયરસનો કોઈ નવો દર્દી સરકારી ચોપડે નોંધાયો નથી.
આ પણ વાંચોઃ Drinking cold or ice-cold water : ઉનાળામાં ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને થઇ શકે છે આટલી બિમારીઓ
દેશમાં કુલ કેસઃસોમવારના એક રીપોર્ટને આધારે દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 10,000ને પાર થઈ ગઈ છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 50,000ને પાર થઈ ચૂકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા એક રીપોર્ટમાંથી આ સંખ્યા સામે આવી છે. દિલ્હીમાંથી પાંચ,છત્તીસગઢ અને રાજસ્થાનમાંથી ત્રણ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી બે દર્દીઓના કોરોના વાયરસને કારણે મૃત્યુ થયા છે. સોમવારે પૂરા થતા 24 કલાકના રીપોર્ટમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 10,093 સુધી પહોંચી હતી. જોકે, સૌથી વધારે સંવેદનશીલ સ્થિતિ દિલ્હીની રહી હતી.