સુરત: કોરોના વાયરસ રૂપી રાક્ષસ ફરી સક્રિય થઈ રહ્યો હોય એવું ચિત્ર સામે આવ્યું છે. જેમાં સુરતમાંથી આ વર્ષનો પહેલો કેસ સામે આવ્યો છે. જેમાં દર્દીનું મૃત્યું નીપજ્યું છે. બુધવારે સુરત શહેરમાં આ મહિલાનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ પછી ગુરૂવારે આ મહિલા મૃત્યું પામી હતી. આ મહિલા સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહે છે. જ્યારે તારીખ 4 માર્ચે એનામાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. એકબાજું દેશમાં H3N2ના કેસ વધી રહ્યા છે. એવામાં ગુજરાતમાં કોરોના વાયરસે ડોકિયું કરી દીધું છે.
આ પણ વાંચો: Corona Death in Surat : સુરતમાં 2023માં કોરોનાના કારણે પ્રથમ મોત
મોટી આશંકા:આ મહિલાને કોરોનાની સાથે H3N2 વાયરસ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જોકે, આ માટેના કેટલાક સેમ્પલ ગાંધીનગરની લેબમાં તપાસ હેતું મોકલી દેવામાં આવ્યા છે. જેના રીપોર્ટ પરથી મોતનું સાચું કારણ જાણવા મળશે.સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં એટલે કે શુક્રવાર (તા.10.03.2023) સુઘીમાં ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી આ કેસમાં મૃત્યું થતા ફરી આરોગ્ય વિભાગની ચિંતામાં રાતોરાત વધારો થયો છે. આ મહિલાને છેલ્લા કેટલાક દિવસથી શરદી, ઉધરસ, તાવ હતા અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. જ્યારે એમનો કોવિડ રીપોર્ટ કરવામાં આવ્યો ત્યારે પોઝિટિવ આવ્યો હતો.