ગુજરાત

gujarat

ETV Bharat / state

કનુ દેસાઈ CM પટેલના પ્રધાન મંડળના સભ્ય તરીકે બીજી વખત શપથ લીધા, જાણો તેમની સંપૂર્ણ પ્રોફાઈલ - Pardi Assembly Seat

ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (gujarat cm bhupendra patel) નવી સરકાર બીજી વખત શપથ ગ્રહણ (oath ceremony in Gandhinagar) કરશે. ત્યારે આ સરકારમાં વલસાડ પારડીના ધારાસભ્ય કનુ દેસાઈનો (valsad pardi kanu desai) પણ સમાવેશ કરાયો છે. એટલે તેઓ પણ અહીં શપથ (Kanu Desai oath ceremony in Gandhinagar) લેશે. તેમને આ વખતે મહત્વનો વિભાગ સોંપવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે આવો નજર કરીએ તેમની રાજકીય કારકિર્દી પર.

કનુ દેસાઈ CM પટેલના પ્રધાન મંડળના સભ્ય તરીકે બીજી વખત શપથ લેશે, જાણો તેમની સંપૂર્ણ પ્રોફાઈલ
કનુ દેસાઈ CM પટેલના પ્રધાન મંડળના સભ્ય તરીકે બીજી વખત શપથ લેશે, જાણો તેમની સંપૂર્ણ પ્રોફાઈલ

By

Published : Dec 12, 2022, 12:05 PM IST

Updated : Dec 12, 2022, 3:08 PM IST

અમદાવાદરાજ્યમાં સ્પષ્ટ બહુમતીથી ભાજપે સરકાર બનાવી લીધી છે. ત્યારે હવે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (gujarat cm bhupendra patel) સહિતના પ્રધાન મંડળના સભ્યો આજે શપથગ્રહણ (oath ceremony in Gandhinagar) કરશે. ત્યારે આ પ્રધાનમંડળમાં (Gujarat CM Bhupendra Patel Cabinet) વલસાડ પારડીના ધારાસભ્ય કનુ દેસાઈનો (Kanu Desai oath ceremony in Gandhinagar) સમાવેશ કરવામાં આવ્યો છે.

કનુ દેસાઈનો થયો હતો ભવ્ય વિજય વલસાડની પારડી બેઠક (Pardi Assembly Seat) પરથી રાજ્ય સરકારના પ્રધાન કનુ દેસાઈને (valsad pardi kanu desai) 1,21,968 મત મળ્યા હતા. જ્યારે તેમની સામે કૉંગ્રેસના જયશ્રીબેન પટેલને 24,804 અને આમ આદમી પાર્ટીના કેતન પટેલને 15,306 મત મળ્યા હતા. આ સાથે જ કનુ દેસાઈએ આ બેઠક પરથી ફરી એક વખત વિજય મેળવ્યો છે.

અગાઉની સરકારમાં હતા કેબિનેટ પ્રધાનવર્ષ 2017માં પારડી બેઠક (Pardi Assembly Seat) પરથી કનુ દેસાઈ (valsad pardi kanu desai) ટિકીટ આપવામાં આવી હતી. જ્યારે તે ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો મળી કુલ 13 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. જેમાં કનુભાઈને 98,379 મત, કોંગ્રેસના (Bharat Patel Seat) ભરત પટેલને 46,293 મત, અપક્ષ ઉમેદવાર ભાનુશાળી અમિત રજુભાઈને 1021 મત મળ્યા હતા. જોકે, વર્ષ 2021માં જ્યારે ભૂપેન્દ્ર પટેલની (gujarat cm bhupendra patel) સરકાર બની ત્યારે કનુ દેસાઈને નાણા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

કારકિર્દીની શરૂઆતકનુ દેસાઈની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો, વલસાડ જિલ્લાના પારડી ઉમરસાડીના દેસાઈ પરિવારમાંથી આવતા કનુ દેસાઈએ (valsad pardi kanu desai) ભાજપના મહામંત્રી પદથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 2012માં પારડી બેઠક (Pardi Assembly Seat) પરથી 34,000થી વધુ મતથી જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ વર્ષ 2017માં અને હવે વર્ષ 2022માં આ બેઠક પરથી જીતી ચૂક્યા છે. તેઓ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે 7 વર્ષ સુધી રહ્યા. પ્રમુખ બન્યા બાદ કૉંગ્રેસના ગઢ સમાન ધરમપુર વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી હતી.

Last Updated : Dec 12, 2022, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details