ગુજરાત

gujarat

અયોધ્યા મુદ્દે CM રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી આશાવાદ

By

Published : Nov 9, 2019, 12:02 AM IST

અમદાવાદઃ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં ભારતીય જનતા પાર્ટીનો નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહ સંમેલનમાં ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ, નવા અમરાઈવાડી વિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્ય જગદીશ પટેલ આવી પહોંચ્યા હતા.

અયોધ્યા મુદ્દે CM રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી આશાવાદ

ભાજપ દ્વારા યોજાયેલા સ્નેહ સંમેલનમાં જીતુ વાઘાણી સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. ભારત દેશમાં 80 ટકા વિસ્તારમાં ભાજપ પક્ષની સરકારનું શાસન છે.આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ રાષ્ટ્રહિતનો વરેલો પક્ષ છે. કાશ્મીરમાં 370 કલમ દૂર કરી ભારતને એક કરવાનું કામ કર્યું છે. ભૂતકાળની કોંગ્રેસની સરકારોમાં ઈચ્છા શક્તિના અભાવે કોઈ કામ થયા નથી. તેમજ છેવાડાના માણસનું કલ્યાણ થાય તેવા કામ સરકાર કરી રહી છે .કહ્યું કે, કૉંગ્રેસને કાળા કીડા જેવી છે. અને ત્યારબાદ કૉંગ્રેસ ને કાળા તીડ સાથે સરખાવી, કહ્યું કે, કૉંગ્રેસ ખેતરોમા આવતાં કાળા તીડ સમાન જે ઉભા ખેતરો ખાઇ જાય છે.

અયોધ્યા મુદ્દે CM રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી આશાવાદ

રામ મંદીર મામલે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો આશાવાદ છે. તેમણે કહ્યુ કે, અયોધ્યામાં રામ મંદીર બનવાનું છે.સુપ્રીમ કોર્ટની મહેરબાની આપણી પર રહેવાની.પણ આપણે રામ લાલા જેમ આ મુદે સયંમ રાખવાનો છે.વિઘટન કારી તત્વો સક્રિયન બને તે જોવાનું છે.

ABOUT THE AUTHOR

...view details