ગાંધીનગર:ગુજરાત વિધાનસભા ગૃહમાં વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલ મુદ્દે ચર્ચા થઈ હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર નિવેદન કર્યું હતું કે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તમે જે સાઇકલો વિદ્યાર્થીનીઓને આપો છો તેનો કલર કેસરી છે તે કેસરી કલર બદલી નાખો જ્યારે દીકરીઓ આ સાયકલ લઈને જતી હોય છે ત્યારે સરકારે સાઇકલ આપી હોવાની વાતો લોકો કરે છે જેથી આ કલર બદલવો જોઈએ અને જો આ કલર રાખવો હોય તો તમામ પ્રધાનોની ગાડીઓના કલર કેસરી કરી દેવા જોઈએ.
આ પણ વાંચો:Maldhari in Trouble: કચ્છમાં પશુધનને ખાવા ઘાસચારો જ નથી, માલધારીઓ કરી રહ્યા છે હિજરત
તમે મારુ સન્માન ના જાળવ્યું એટલે કોંગ્રેસ છોડ્યું: ભુપેન્દ્ર પટેલની સરકારના રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિએ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના સભ્યો સાથે વધુ ચર્ચામાં ઊંડા ઊતર્યા હતા આ દરમિયાન કુવરજી હળપતિએ ગૃહમાં જ નિવેદન આપ્યું હતું કે તમે મારું સન્માન ન જાણ્યું એટલે જ હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને જો અત્યારે હું ક્યાં બેઠો છું.
આ પણ વાંચો:Rajkot Crime: રાજકોટમાં કુવાડવા પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત, માર માર્યાનો પરિવારજનોનો આક્ષેપ
સરકારે કરોડો રૂપિયાની આપી ગ્રાન્ટ: જ્યારે વિદ્યાર્થીનીઓ આ સાયકલ લઈને જાય છે, ત્યારે કલર ગમે તે હોય પરંતુ તેઓ ખુશ થઈને સાયકલ લઈને શાળાએ જાય છે અને આ બાળકી ભણે છે તેનો અહેસાસ પણ દર્શાવે છે. જ્યારે કોંગ્રેસ સરકાર ભૂતકાળમાં હળપતિ સમાજના યુવાઓ મજૂરોને ઓછી રકમ મજૂરીની ચૂકવતા હતા, જ્યારે હાલમાં સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને સારું મહેનતાણું ચૂકવતું હોવાનું નિવેદન ગૃહમાં રાજયકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિએ આપ્યું હતું.
કેસરી સાયકલ બાબતોનો વિરોધ: ગુજરાત વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરીમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ, પ્રશ્નો, તકલીફ બાબતે ચર્ચા કરવામાં આવે છે, ત્યારે આજે પ્રશ્નોત્તરીમાં શિક્ષણ વિભાગ દ્વારા ગરીબ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને આપવામાં આવતી સાયકલ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી કેસરી સાયકલ બાબતોનો વિરોધ ઉઠાવ્યો હતો.