ગુજરાત બજેટ 2020-21:શ્રમ અને રોજગારની શક્તિઓ વધારવા 1461 કરોડની જોગવાઈ - શ્રમ અને રોજગારની શક્તિઓ વધારવા 1461 કરોડની જોગવાઈ
ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિવિધ ક્ષેત્રનું બજેટ જણાવ્યું હતું. જેમાં લોકોના હિતને ધ્યાનમાં રાખીને શ્રમ અને રોજગારની શક્તિઓ વધારવા 1461 કરોડની જોગવાઈ કરાઈ છે.
ગાંધીનગરઃ બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું છે. નાણા પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં તેમણે શ્રમ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ.૧૪૬૧ કરોડની જોગવાઈ
- સરકાર દ્વારા આગવી પહેલ કરી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ મારફત કુલ 17,86,797 યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવેલ છે. વૈશ્વિક કક્ષાના તેમજ ઉદ્યોગોની માંગ આધારિત કૌશલ્ય નિર્માણ માટે નાસ્મેદ, ગાંધીનગર ખાતે 20 એકરમાં પીપીપી ધોરણે ટાટા ગૃપના સહકારથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે, જેથી રાજ્યના યુવાનો માટે રોજગારીની તકો વઘશે
- મખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત એક લાખ એપ્રેન્ટિસોની ભરતી માટે રૂ.૯૨ કરોડની જોગવાઈ
- ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશન મારફતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને અન્ય કૌશલ્ય વિકાસ યોજનાઓના માધ્યમથી 70 હજાર યુવાનોને કૌશલ્ય તાલીમ આપવા માટે રૂ.૫૦ કરોડની જોગવાઈ
- યુવાનોને રોજગાર માટે તાલીમબદ્ધ કરવા ભારત સરકાર દ્વારા સ્ટ્રાઈવ પ્રોજેકટ શરુ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટમાં રાજયની કુલ 30 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવેલ છે, આ પ્રોજેક્ટ માટે રૂ.33 કરોડની જોગવાઈ
- નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ધોરણે રાજ્યમાં સ્કીલ ઇકો સિસ્ટમને મજબૂત કરવા ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના માટે રૂ.30 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે
- આઇટીઆઇ નવા મકાનો, વર્કશોપ, થીયરીરૂમ અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા તેમજ તેને આધુનિક સાધનોથી સુસજ્જ કરવા જેવી માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે રૂ 264 કરોડની જોગવાઈ