ગુજરાત ATSને મળેલી બાતમીને આધારે ટીમ બનાવીને અધિકારીઓ અને પોલીસકર્મીઓ સાથેની ટીમ કચ્છ માંડવી ખાતે રવાના થઈ હતી. રવિવારે માંડવીમાંથી ગુજરાત ATSની ટીમે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંન્ને આરોપી બાઈક પર જતા હતા, તે દરમિયાન ATSની ટીમે તેમને ઝડપી લીધા હતા. આરોપીઓના નામ સમીજા નાસીર હુસૈન ઉર્ફ રાજા અબ્દુલ સત્તાર અને ઉમદ છે.
ગુજરાત ATSએ માંડવીમાંથી 1 કિલો બ્રાઉન સુગર સાથે 2 શખ્સની કરી ધરપકડ - ડ્રગ્સ
અમદાવાદ: ગુજરાત ATSએ કચ્છના માંડવીમાં 1 કિલો બ્રાઉન સુગર સાથે 2 શખ્સની ધરપકડ કરી છે. આ બ્રાઉન સુગરની કિંમત લાખો રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે.પકડાયેલ બ્રાઉન સુગરની કિંમત 1 કરોડ જેટલી છે.
ATS
ઉલ્લેખનીય છે કે, આ બ્રાઉન સુગરની કિંમત અંદાજે 1 કરોડ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત ATSએ મોટા પ્રમાણમાં ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરતાં ચકચાર મચી છે.
Last Updated : Jul 28, 2019, 10:14 PM IST