અમદાવાદઃ ગુજરાત ATS દ્વારા (Gujarat ATS )રાજસ્થાન ખૂંખાર ગેંગસ્ટર અરવિંદસિંહ બિનાને ( arrests Rajasthan gangster)દબોચી લેવામાં આવ્યો છે. આરોપી પર આંતર રાજ્ય ગુના નોંધાયેલ છે અને જેલ જાપ્તામાંથી પણ ફરાર હતો. ગુજરાત એટીએસને માહિતી મળેલ કે ગુજરાત રાજસ્થાન અને કેરળ સહિતના રાજ્યોમાં હત્યા હત્યાની કોશિશ, લૂંટ, દાણ ચોરી, ખંડણી જેવા ગુનામાં વોન્ટેડ તથા જેલ તોડી ભાગી જનાર અને પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જનાર અને પોલીસના ઉપર ફાયરિંગ કરી સહ આરોપીને ભગાડનાર કુખ્યાત ટોળકીના સૂત્રધાર હતો.
આ પણ વાચોઃસલમાન ખાન કેમ ન આવ્યો ફેન્સને ઈદમુબારક કહેવા, જાણો સમગ્ર ઘટના
ગેંગસ્ટરની ધરપકડ -ગેંગસ્ટર અરવિંદસિંહ બિના શહેરના હીરાવાડી ખાતે આવવાનો હતો. તેવી બાતમી મળી હતી તેના આધારે એટીએસ દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર ટીમ બનાવી વોચ રાખવામાં આવી હતી. વોચ દરમિયાન હીરાવાડી ચાર રસ્તા પાસે આરોપી ચાર રસ્તા તરફથી ચાલતો આવતો જણાતા એટીએસની ટીમે તેને કોર્ડન કરી રોકી લઇ પકડી લીધેલ હતો.
આ પણ વાચોઃ...અને આ રીતે સિદ્ધુ મુસેવાલાની હત્યા કરીને શૂટર્સ પહોંચ્યાં મુન્દ્રા
પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલ હતો -તેની પૂછતા જ કરતા તેનું નામ અરવિંદસિંહ બિકા જાણવા મળેલ જે પોતે શિરોહી રાજસ્થાનનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી કમરના ભાગે એક પિસ્તોલ પણ મળી આવેલી હતી જેમાં પાંચ નંગ કારતુસ મળી છે. આવેલ અરવિંદસિંહ બિકા છેલ્લે હિંમતનગર સબ જેલ ખાતેથી પોરબંદર કોર્ટ લઈ જવાનો હતો તે બાદ કોર્ટમાંથી પાછા લાવતી વખતે પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલ હતો.