અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામો (Gujarat Assembly Election Results 2022 ) ની છણાવટ કરતાં કેટલીક માહિતી એવી પણ મળી રહી છે જેનું ગણિત સમજવું ગમે. ગુજરાતીઓ કયા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઇ તે રસથી ચર્ચતાં હોય છે. ગુજરાત ચૂંટણીના બે તબક્કામાં જોઇએ તો પહેલા તબક્કામાં 788 ઉમેદવારો હતાં તેમાંથી 595 ઉમેદવારોની એટલે કે 75.51 ટકા ડિપોઝિટ જપ્ત થઇ છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો હતાં તેમાંથી 636 ઉમેદવાર એટલે કે 76.35 ટકા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે. આમ કુલ 1621માંથી 1231 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે (Forfeited Deposits of the Candidates ) જેનું કુલ પ્રમાણ 75.94 ટકા છે. આ ખાસ રીપોર્ટમાં અમે આપને જણાવીએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામોમાં કયા પક્ષના કેટલા ઉમેદવારોની ડિપોઝિટો (Party wise Deposit Forfeited ) જપ્ત થઇ છે.
સૌથી વધુ ડિપોઝિટ જપ્ત થઇ હોય તે જિલ્લો કમળની સુનામી કુલ 75.94 ટકા ઉમેદવારોની ડિપોઝિટ તાણી ગઇ છે. જેમાં એકલા અમદાવાદની બેઠકોમાં ચૂંટણી લડનારા ઉમેદવારોની ડિપોઝિટ સૌથી વધુ જપ્તીમાં ગઇ છે. કુલ 84.74 ટકા ઉમેદવારોની ડિપોઝિટો જપ્ત (Forfeited Deposits of the Candidates ) થઇ છે જે અન્ય કોઇપણ જિલ્લા કરતાં સૌથી વધુ છે.
પક્ષવાર ડિપોઝિટો જપ્ત વિગતકોંગ્રેસના 41 ઉમેદવારોની ડિપોઝિટો જપ્ત થઇ છે. જે 22.91 ટકા જેટલું પ્રમાણ (Forfeited Deposits of the Candidates ) દર્શાવે છે. ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આવેલી આમ આદમી પાર્ટીના 181 ઉમેદવારમાંથી 126 ઉમેદવારોની ડિપોઝિટો જપ્ત થઇ છે. જે કુલ 69.61 ટકા છે. જ્યારે આ ચૂંટણીમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો તેમાં 98.23 ટકા ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવવાનો વારો (Forfeited Deposits of the Candidates ) આવ્યો છે. મુખ્ય સત્તાધારી પક્ષ ભાજપમાંજોઇએ તો નોંધવું રહ્યું કે ભાજપના એકપણ ઉમેદવારની ડિપોઝિટો જપ્ત થઇ નથી.
તમામ ઉમેદવારની ડિપોઝિટ જપ્તઆ કેટેગરીમાં ત્રણ પક્ષ છે. એટલે કે જે પક્ષનો એકપણ ઉમેદવાર 16 ટકા મત નથી મેળવી શક્યો તેમાં કુલ ત્રણ પક્ષ છે જેની સોએ સો ટકા ડિપોઝિટ જપ્ત થઇ ગઇ છે. તેમાં સીપીઆઈએમ, સીપીઆઈ અને બીટીપીનો સમાવેશ થાય છે. આમાં બીટીપી ગુજરાતનો જ પક્ષ છે. બીટીપીએ 26 બેઠક પર ઉમેદવારો ઊતાર્યાં હતાં. તેમાં એકપણ ઉમેદવાર જીતી નથી શક્યો અને ડિપોઝિટ પણ ગુમાવી છે. સીપીઆઈએ 3 ઉમેદવાર મૂક્યાં હતાં જેમના પણ સોએ સો ટકા ડિપોઝિટ જપ્ત થઇ છે. સીપીઆઈએમ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 9 ઉમેદવાર ઊભા રખાયાં હતાં તેમાં પણ તમામની ડિપોઝિટ જપ્ત(Forfeited Deposits of the Candidates ) થઇ છે.
અન્ય પક્ષની સ્થિતિ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કામાં મળીને અન્ય નાના નાના પક્ષોના કુલ 304 ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. તેમાંથી 302 ઉમેદવાર એટલે કે 99.34 ટકા ઉમેદવારોની ડિપોઝિટ ગુમાવવાનો વારો (Forfeited Deposits of the Candidates ) આવ્યો છે.