ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Election 2022 સીએમ પદનો ચહેરો જાહેર કરવાથી સફળતા મળે છે કે કેમ - માધવસિંહ સોલંકી

આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party ) એ ફટાફટ સર્વે કરાવ્યા પછી આજે સીએમ પદનો ચહેરો જાહેર ( Chief minister candidate for Gujarat polls ) કર્યો છે. તો શું સીએમ પદનો ચહેરો જાહેર કરવાથી પાર્ટીને ફાયદો થાય છે ખરો.ગુજરાતમાં પૂર્વ સીએમ ( Gujarat Former CM ) સહિતની જાણકારી મેળવો ઈ ટીવી ભારતના વિશેષ અહેવાલમાં.

GujaratElection2022 સીએમ પદનો ચહેરો જાહેર કરવાથી સફળતા મળે છે કે કેમ
GujaratElection2022 સીએમ પદનો ચહેરો જાહેર કરવાથી સફળતા મળે છે કે કેમ

By

Published : Nov 4, 2022, 9:08 PM IST

Updated : Nov 4, 2022, 9:16 PM IST

અમદાવાદ આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party ) એ પંજાબની જેમ જ ગુજરાતમાં મુખ્યપ્રધાનનો ચહેરો જાહેર ( Chief minister candidate for Gujarat polls ) કર્યો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબના સીએમ ભગવંત માનની ઉપસ્થિતિમાં ઈશુદાન ગઢવીને સીએમ ચહેરા તરીકે સત્તાવાર જાહેરાત કરી છે.

ભાજપના સીએમના ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલગુજરાત વિધાનસભા ચૂંટણીને ( GujaratElection2022 ) લઇ ભારતીય જનતા પક્ષે અગાઉ કહી જ દીધું છે કે મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ ( Gujarat Assembly Election 2022 ) રહેશે. કોંગ્રેસે હજી સીએમ પદના ચહેરાના નામ અંગે કોઈ ફોડ પાડ્યો નથી. પત્રકાર તરીકેની સફર શરૂ કરનાર ઈશુદાન ગઢવી રાજનીતિમાં આવ્યા છે. આજે તેઓ ગુજરાતમાં 73 ટકા મત સાથે સીએમ પદનો ચહેરો ( Chief minister candidate for Gujarat polls ) બન્યા છે.

સીએમ પદનો ચહેરો જાહેર કરવાથી પાર્ટીને ફાયદો થાય છે

1990-95માં કેશુભાઈ પટેલ સીએમનો ચહેરો હતાં સીએમ પદનો ચહેરો જાહેર થવાથી પક્ષને સફળતા મળે છે કે કેમ? ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીની ( Gujarat Former CM ) વાત કરીએ તો 1990થી 1995 સુધીની વિધાનસભાની ચૂંટણીમાં જનતા પક્ષના સીએમ પદના ચહેરા તરીકે કેશુભાઈ પટેલ ( Chief minister candidate for Gujarat polls ) હતા. કેશુભાઈ ખેડૂત અને પાટીદાર નેતા તેમજ તેઓ નિર્વિવાદ વ્યક્તિત્વ હતા, જેની ઈમેજથી કેશુભાઈ પટેલની આગેવાની હેઠળ લડાયેલ વિધાનસભાની ચૂંટણી જનતા પક્ષ જીત્યું હતું. ત્યાર પછી જનતા પક્ષનું વિલિનીકરણ ભારતીય જનતા પક્ષમાં થયું હતું.

ચીમનભાઈ પટેલ પણ સીએમનો ચહેરો હતાં 1998થી ભારતીય જનતા પક્ષના સીએમના ચહેરા તરીકે નરેન્દ્ર મોદી રહ્યા છે. આજે પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. પણ તેમના નામ અને ચહેરાથી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડાય છે. તે અગાઉ 1990થી 1994 દરમિયાન જનતાદળના સીએમ ચહેરા ( Chief minister candidate for Gujarat polls ) તરીકે ચીમનભાઈ પટેલ હતાં અને તેમણે સફળતા મેળવી હતી. જો કે તેમના શાસનમાં નવનિર્માણ આંદોલન થયું હતું.

1976થી માધવસિંહ કોંગ્રેસનો સીએમ ચહેરો 1976થી 1977 અને 1980થી 1985 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચુકેલા માધવસિંહ સોલંકી પણ તે વખતે કોંગ્રેસમાં સીએમ પદનો ચહેરો ( Chief minister candidate for Gujarat polls ) હતા. માધવસિંહ ભારતના વિદેશ પ્રધાન પણ રહી ચુક્યા હતા. અને ત્રણ વખત ગુજરાતના સીએમ બન્યા હતાં. તેઓ ‘ખામ’ થીયરી માટે ખૂબ જાણીતા થયાં હતાં.

ચહેરો જાહેર કરવામાં બે શક્યતા છે જયવંત પંડ્યા જાણીતા રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યાએ ETV Bharat ને જણાવ્યું હતું કે સીએમના ચહેરાથી જાહેરાતથી બે પ્રકારની શક્યતાઓ રહેલી છે. એક તો સીએમ પદનો ચહેરો ( Chief minister candidate for Gujarat polls ) છેે તે લોકપ્રિય હોય, નિર્વિવાદ હોય, જેણે સમાજસેવામાં સારા કામ કર્યા હોય, જેની સમાજમાં ઈમેજ સારી હોય તેવા ચહેરાને જોઈને પ્રજા મત આપતી હોય છે. ઉદાહરણ તરીકે નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, કેપ્ટન અમરિન્દ્રસિંહ કે જેઓ સર્વાનુમતે સીએમ કેન્ડીડેટ જાહેર થયેલા હતાં. તેમને જોઈને જ પ્રજાએ મત આપ્યા હતાં. બીજી શક્યતા સીએમ ચહેરો લોકપ્રિય ન હોય, વિવાદોમાં ફસાયેલા હોય, જેને કારણે પક્ષમાં અંદરોઅંદર અસંતોષ ઉભો થાય છે, અને તે ચહેરો સફળતા અપાવી શકતો નથી. જેથી પાર્ટીએ સીએમના ચહેરાને નક્કી કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું જોઈએ.

સીએમ ચહેરો જાહેર કરવાથી પાર્ટીને ફાયદો થાય છેઅગ્રણી રાજકીય તજજ્ઞ પાલા વરુએ ETV Bharatને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ પંજાબની ફોર્મ્યુલા પ્રમાણે જ ગુજરાતની જનતા પાસે સર્વે કરાવીને સીએમ પદનો ચહેરો જાહેર ( Gujarat Assembly Election 2022 ) કર્યો છે. ઈશુદાન ગઢવીની કાસ્ટ ન્યૂટ્રલ ઈમેજ છે. રૂરલ વિસ્તારના ખેડૂતોમાં તે ખાસ્સા લોકપ્રિય છે. વિવાદમાં પડ્યા હોય તેવો કોઈ જ ટેગ નથી. આથી સીએમના ચહેરો ( Chief minister candidate for Gujarat polls ) જાહેર થવાથી મોટાભાગના કિસ્સામાં પાર્ટીને સફળતા મળતી હોય છે. પણ સાથે વેવ પણ જોવાતો હોય છે. સીએમ ચહેરો જાહેર થયેલો હોય તો ફાયદો થાય છે. તમારો સ્થાનિક નેતા મજબૂત હોવો જોઈએ.

Last Updated : Nov 4, 2022, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details