ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022: ભારતની રાજનીતિમાં પક્ષ પલટો કરવોએ સામાન્ય બાબત બની ગઈ - Aam Aadmi Party

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ગણતરીના(Gujarat Assembly Election 2022)મહિના બાકી રહ્યા છે.ત્યારે દરેક પક્ષ પોતાનો પક્ષ વધુ મજબૂત કરવા માટે અને સામેના પક્ષને નબળો બનવા માટે જોડતોડની રાજનીતિ કરવામાં આવી રહી છે. જેના કારણે જનતાએ પોતાના ઉમેદવારને જીતડયા હતા. તે જ નેતાઓ આજ પોતાના સ્વાર્થ માટે પક્ષ પલટો કરી રહ્યા છે. આ નુકશાન જનતાને ભોગવવુ પડી રહ્યું છે.

Gujarat Assembly Election 2022
Gujarat Assembly Election 2022

By

Published : Apr 25, 2022, 4:41 PM IST

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ નેતા સત્તાની લાલચમાં (Gujarat Assembly Election 2022)પક્ષ બદલી રહ્યા છે. થોડાક દિવસ પહેલા આમ આદમીના કાર્યકર્તા કૉંગ્રેસ અને ભાજપમાં જોડાયા હતા. ત્યારે બે દિવસ પહેલા જ કૈલાસદાન ગઢવી કોંગ્રેસ છોડીને આપમાં જોડાયા હતા અને હવે હાર્દિક પટેલ પણ કોંગ્રેસ છોડી રહ્યા હોય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.

ભારતની રાજનીતિમાં પક્ષ પલટોએ સામાન્ય બાબત બની ગઇ -રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારતની રાજનીતિમાં પક્ષ પલટો કરવો એ સામાન્ય બાબત છે. થોડાક દિવસ પહેલા હરિયાણા એક નેતા ત્રણ વાર પાર્ટી બદલી હતી. જ્યારે બીજી બાજુ ગોવામાં આલેમાં ગેલોમાં નામ આપવામાં આવ્યું છે. ત્યાં પણ મોટાભાગમાં( Aam Aadmi Party)નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે.

પક્ષ પલટો

આ પણ વાંચોઃવડોદરામાં કોંગ્રેસમાંથી કોઈ પક્ષ પલટો ના કરે તે માટે ડેમેજ કંટ્રોલની રચના કરાઈ

બધા નેતાઓ વિચારીને નવો કાયદો લાવવો જરૂરી -વધુમાં જણાવ્યું હતું કે પહેલા 33 ટકા સભ્યો ભેગા થાય તો પક્ષ પલટો કરી શકતો હતો.પણ હવે તેવું જોવા મળતું નથી. બસ રાજકીય નેતા જનતાનો નહીં પણ પોતાના લાભ જોઈ રહ્યા છે.જેના કારણે હવે નવો કાયદો લાવવો ખૂબ(Bharatiya Janata Party)જ જરૂરી બની ગયો છે.

ગુજરાત કૉંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ -કૉંગ્રેસમાં નિર્ણય શક્તિનો(Gujarat Congress) અભાવ સ્પષ્ટ પણે જોવા મળી રહ્યો છે. સાથે સાથે કેન્દ્ર સ્તરે પણ મજબૂત નેતૃત્વ જોવા મળતું નથી. ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ પદ તરીકે જગદીશ ઠાકોરની નિમણુંક કરતા બે વર્ષનો સમયગાળો લઇ લીધો હતો. જેના કારણે કૉંગ્રેસ દિવસે દિવસે નબળી પડતી જાય છે.

આ પણ વાંચોઃકોંગ્રેસના નેતાઓ કેમ પક્ષ પલટો કરી રહ્યાં છે.. શું ભાજપ તેમને લાલચ આપે છે?

2017માં કૉંગ્રેસ સત્તા પર બેસશે એવું લાગતું હતું -રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા ETV Bharat સાથે વાત જણાવ્યું હતું કે 1967થી કૉંગ્રેસ નબળી પડી રહી હતી. વિપક્ષની સરકાર નબળી પડવાના ખેલ કરવામાં આવતા હતા. 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ ટક્કર આપી હતી. એવું પણ લાગી રહ્યું હતું કે આ વખતે કૉંગ્રેસ સત્તા પર બેસશે. પણ પક્ષ પલટો થવાથી ભાજપની સ્થિતિ મજબૂત થઈ ગઈ હતી. જ્યારે 2017માં રાજ્યસભાની ચૂંટણી વખતે તેજશ્રીબહેન પટેલ, કરમશીભ કો.પટેલ, બ્રિજેશ મેરજા સહિત 7 કૉંગ્રેસ નેતાએ પક્ષ પલટો કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details