ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : ભાજપ પોતાનાં સંકલ્પ પૂર્ણ કરે છે : કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ - ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022

કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલએ (Union Minister Piyush Goyal) જણાવ્યું હતું કે, આજે ભાજપે સંકલ્પ પત્ર (BJP MANIFESTO) ગુજરાતની જનતા સામે રાખ્યું છે. આ સંકલ્પ પત્ર ગુજરાતને વધુ ઝડપી અને વિકાસમાં ખૂબ જ આગળ લઈ જશે. જેમાં દ્વારકા મંદિર ગુજરાતની આવક જેવી વસ્તુઓનું પણ ભારે ભાર આપવામાં આવ્યો છે.

Gujarat Assembly Election 2022 : ભાજપ પોતાનાં સંકલ્પ પૂર્ણ કરે છે : કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ
Gujarat Assembly Election 2022 : ભાજપ પોતાનાં સંકલ્પ પૂર્ણ કરે છે : કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ

By

Published : Nov 27, 2022, 10:17 AM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે. ત્યારે ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષ મતદારતાને પોતાની તરફ ખેંચવામાં પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પહેલાથી જ ચૂંટણીલક્ષી ગેરંટી આપવામાં આવી છે. ભાજપે પણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્ર (BJP MANIFESTO) જાહેર કર્યું હતું.

Gujarat Assembly Election 2022 : ભાજપ પોતાનાં સંકલ્પ પૂર્ણ કરે છે : કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ

વડાપ્રધાને આપણા સંવિધાનનું મહત્વ સમજાવ્યું :કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે (Union Minister Piyush Goyal) જણાવ્યું હતું કે, આપણા દેશને સંવિધાન મળ્યાને 72 વર્ષ પૂર્ણ થાય છે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશના બંધારણના 72 વર્ષ પૂર્ણ થવા પર બધાય રાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરવાની જરૂર છે. જેમાં આપણે દેશને કયો રસ્તો પણ આગળ લઈ જઈ શકીએ તેની ઉપર ચર્ચા થઈ શકે છે. ત્યારે ભાજપ દ્વારા એક સંકલ્પ પત્ર ગુજરાતની જનતા સામે રાખવામાં આવ્યું છે જે ગુજરાતના વિકાસનો લાભ હવે દેશ પણ લઈ શકશે.

અગાઉના સંકલ્પ કર્યા પૂર્ણ :દેશમાં એકમાત્ર એવી રાજકીય પાર્ટી છે જે સંકલ્પ પત્ર જાહેર કરે છે અને તે પૂર્ણ પણ કરે છે. ભાજપએ પહેલા પણ 370 કલમ રામ મંદિર જેવા પણ સંકલ્પ પત્રોમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને તે સંકલ્પો પણ પૂર્ણ કર્યા છે વડાપ્રધાન સંકલ્પ પત્ર જાહેર કરે તે પહેલા તેની રણનીતિ ધ્યાનમાં રાખી વિકસના કામો કેવી રીતના થશે તે વિચારે છે. ત્યારબાદ જ જનતા સામે આ સંકલ્પ પત્ર મૂકવામાં આવે છે. વડાપ્રધાન કોઈપણ પ્રોજેક્ટ અમલમાં મૂકે છે. તે આગામી 50 વર્ષનું ધ્યાનમાં રાખીને જ વિકાસ કરવામાં આવે છે.

ગુજરાતનો GDP 14 ગણી વધી :ગુજરાત વિશ્વ સ્તરે અર્થ શક્તિ બનાવી રહ્યું છે. ગુજરાતનો વિકાસ ખૂબ જ ઝડપી આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં આવકમાં ખૂબ જ મોટા પાયે વધારો થયો છે જેના કારણે ગુજરાતની GDPમાં પણ 14 ગણો વધારો પણ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ગીરી પણ ઉત્તમ પ્રકારની જોવા મળી છે. ભાજપે આપેલા સંકલ્પ પત્રમાં દ્વારકામાં દેવભૂમિ કોરિડોર તૈયાર કરવામાં આવશે જેમાં ભગવાન કૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમાનું પણ સ્થાપન કરવામાં આવશે. દ્વારકા એક એવી જગ્યા છે કે જ્યાં દરેક ધર્મની આસ્થાઓ સંકળાય છે આજ એક લાખ કરોડની ઇકોનોમી માત્ર કેવડિયાથી જ મળી છે.

આગામી સમયમાં 1 ટ્રિલિયન ઇકોનોમી ગુજરાતમાંથી આવશે :રાજ્ય અને દેશના ખૂણે ખૂણે 4G કનેક્ટિવિટી બાદ હવે 5G પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પોર્ટ એરપોર્ટ પણ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં લોકોને મહેનત જોતા એવું લાગી રહ્યું છે કે, આગામી સમયમાં ગુજરાતની ઇકોનોમી એક ટ્રીલીયનથી પણ વધારે જોવા મળશે. આજ ગુજરાત શિક્ષણ સ્વાસ્થ જીવી દરેક બાબતોમાં આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને ગુજરાતની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને ફરી એકવાર આશીર્વાદ આપશે તેવી આશા છે.

ABOUT THE AUTHOR

...view details