ગુજરાત

gujarat

ETV Bharat / state

ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓનો હોબાળો, સરકારને કરાઇ અપીલ - Gujarat

અમદાવાદઃ શહેરના ગોતા પાસે ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા વાલીઓએ હોબાળો કર્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Apr 9, 2019, 9:53 PM IST

શાળાના 40 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના FRCના આદેશને પગલે શાળા સંચાલકોએ મનમાની કરીને વિદ્યાર્થીઓનો પ્રવેશ અટકાવ્યો હતો. FRCએ કરેલા હુકમ મુજબ, આજે સવારે વાલીઓ બાળકોને શાળાએ મુકવા ગયા હતા, ત્યારે શાળા સંચાલકો દ્વારા તેમનો પ્રવેશ અટકાવવામાં આવ્યો હતો. FRCના હુકમની અવગણના કરી વિદ્યાર્થીઓ અને શાળામાં મુકવા ગયેલા વાલીઓને સંચાલકોએ પાછા કાઢ્યા હતા. જેને લઈને વાલીઓએ પોતાનો રોષ દર્શાવ્યો હતો અને શાળા બહાર હોબાળો મચાવ્યો હતો.

બાળકોના એડમિશન રદ્દ થઈ ગયા હોવાથી શાળાના ગેટમાં અંદર લઈ લીધા બાદ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને બેસવા દેવામાં આવ્યા ન હતા. આ અંગે વાલીઓએ પોતાનો રોષ પ્રગટ કરતા કહ્યું હતું કે, શાળા સંચાલકોને બાળકોની કોઈ ચિંતા નથી, 40 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે ત્યારે શાળા સંચાલકોએ FRCના નિયમ વિરુદ્ધ જઈ બાળકોનો પ્રવેશ અટકાવ્યો આવ્યો છે. જેને લઇ વાલીઓએ લેખિતમાં રજૂઆત પણ કરી છે અને સરકારને પણ દરમિયાનગીરી કરવા માટે અપીલ કરી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાજપ કાર્યાલય ખાતે પહોંચી આ મામલે અપીલ કરી હતી અને મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details