અમદાવાદઃ GTUની પરિક્ષા રદ થતા NSUI અને કોંગ્રેસ દ્વારા મોટાપાયે ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના આગેવાનો અને NSUIના આગેવાનોની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી તેમજ એકબીજાને પેંડા ખવડાવી NSUIના કાર્યકરોએ ઉજવણી કરી હતી.
- NSUI અને વિદ્યાર્થી સંગઠન દ્વારા હોબાળો
- NSUI અને કોંગ્રેસ દ્વારા સરકારને વારંવાર પરીક્ષા રદ કરવાની રજૂઆત
- સરકારે NSUI અને કોંગ્રેસની રજૂઆત ધ્યાનમાં ન લીધી
- ગુજરાત સરકારે GTU અને તમામ યુનિવર્સિટીની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો
- GTUની પરિક્ષા રદ થતા NSUI અને કોંગ્રેસ દ્વારા મોટાપાયે ઉજવણી કરવામાં આવી
દેશ આખો કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે, તેવામાં GTUની પરીક્ષા લેવામાં આવી રહી છે. તેવા સમાચાર મળતા જ NSUI અને વિદ્યાર્થી સંગઠન દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ સાથે જ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી પરીક્ષા રદ કરવાની માગણી ઊઠી હતી.
જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ યુનિવર્સિટી તથા GTUની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જેને લઈ NSUI સંગઠન અને કોંગ્રેસ ભવન ખાતે ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો.