ગુજરાત

gujarat

ETV Bharat / state

GSTR-3B એ માન્ય પ્રાપ્ત રિટર્ન નથી - હાઇકોર્ટ - hc news

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે ખાનગી કંપનીના કેસમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે, જીએસટીઆર 3બી એ માન્ય પ્રાપ્ત રિટર્ન નથી. જેના કારણે કરદાતા જુની આઇટીસીની ક્રેડિટ મળવાને પાત્ર થયો છે.પરંતુ સીબીઆઇસીએ આ ચુકાદાને ધ્યાનમાં લઇને તાજેતરમાં પરિપત્ર કરીને જીએસટીઆર-3બી રિટર્ન કાયદા હેઠળનું રિટર્ન છે તેવી માન્યતા 1 જુલાઇ 2017થી આપી હતી.

GSTR -3B એ માન્ય પ્રાપ્ત રિટર્ન નથી - હાઇકોર્ટ

By

Published : Oct 10, 2019, 11:35 PM IST

સરકાર દ્વારા જીએસટીઆર-3બીના લીધે ટેકસની ક્રેડિટ,ભરવા પાત્ર ટેકસ,વેચાણની વિગતને માન્યતા મળતા સરકાર હવે જીએસટીઆર-3બીના ડેટાને માન્ય ગણી કરદાતાના રેકોર્ડ સાથે મેચ કરશે, જો તેમાં તફાવત આવે તો જરૂરી ડિમાન્ડ કરશે.

વધારામાં સરકારે જીએસટીઆર-3બી અને જીએસટીઆર-1 રિટર્નની 31 માર્ચ 2020 સુધી મુદત વધારી છે.જેના કારણે દરેક વેપારીઓ હવે જીએસટીઆર-1 અને 3બી રિટર્ન મહિનો પુરો થાય ત્યાર બાદ જીએસટીઆર-1 રિટર્ન 11 દિવસમાં તેમજ જીએસટીઆર-3બી રિટર્ન 20 દિવસની અંદર ભરવાનું સૂચન આવ્યું છે.જે કરદાતાઓ રૂપિયા 1.5 કરોડથી નીચેનું ટર્નઓવર ધરાવે છે. જીએસટીઆર-1બી ત્રિમાસીક રિટર્ન ભરવાનો ઓપ્શન લઇ શકશે,પરંતુ જીએસટીઆર-3બી રિટર્ન માસીક ભરવું પડશે.

ABOUT THE AUTHOR

...view details