અમદાવાદ: 26 જુલાઈ 2008ની સાંજે સીવીલ હોસ્પીટલમાં થયેલા બ્લાસ્ટનો દિવસ આજે પણ કોઈ નથી ભૂલી શક્યું. પહેલા અલગ અલગ જગ્યાએ બ્લાસ્ટ થયા અને તે બાદ સારવાર માટે લોકો સિવિલ હોસ્પિટલ પહોચ્યા ત્યારે ત્યાં પણ એક ભયાનક બ્લાસ્ટ થયો. એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પીટલમાં એ વર્ષે પણ હજારો દર્દીઓ હાજર હતા.
બ્લાસ્ટ થતા અચાનક જ અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોચી હતી. કોઈના શરીરના અલગ અલગ ભાગ વિખેરાઈ ગયા હતા. તો કોઈ પરિવાર જ વિખેરાઈ ગયો હતો. આટલા ઘા સહન કર્યા છતાં હજુ પણ હોસ્પિટલ સ્થાયી છે અને છેલ્લા 12 વર્ષમાં 95 લાખ 60 હજાર 825 લોકોએ સારવાર મેળવી છે. જેમાંથી 83 લાખ 73 હજાર 546 OPD અને 11 લાખ 87 હજાર 279 ઈન્ડોર દર્દીઓ હતા.
અમદાવાદ: સિવિલ હોસ્પિટલનો 12 વર્ષ પૂર્વેનો ગોઝારીયો બ્લાસ્ટ, બ્લાસ્ટ બાદ 95 લાખથી વધુ દર્દીઓએ સારવાર મેળવી - હજારો દર્દીઓ હાજર
અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પીટલમાં 12 વર્ષ પૂર્વે 26 જુલાઈના રોજ સાંજે જે બ્લાસ્ટ થયો હતો તેના ઘા હજુ ઊંડા જ છે છતાં સિવિલ હોસ્પીટલમાં છેલ્લા 12 વર્ષમાં 95 લાખ દર્દીઓએ સારવાર મેળવી છે.
અમદાવાદ: સિવિલ હોસ્પીટલનો 12 વર્ષ પૂર્વેનો ગોઝારીયો બ્લાસ્ટ,બ્લાસ્ટ બાદ 95 લાખથી વધુ દર્દીઓએ સારવાર મેળવી
આવી અનેક આપત્તિ કાળે સિવિલ હોસ્પીટલના તબીબો અનેક જગ્યાએ સારવાર માટે ગયા છે અને આપત્તિના સમયે સિવિલ હોસ્પિટલ પણ લોકો માટે હમેશા સાથે રહી છે. અનેક મુશ્કેલીઓના ધોધ સામે સિવિલ હોસ્પીટલે સેવાનો ધોધ ચાલુ જ રાખ્યો છે.
Last Updated : Jul 25, 2020, 8:23 PM IST