અરજદાર રાજવીર ઉપાધ્યાય તરફે હાઈકોર્ટમાં દાખલ જાહેરહિતની અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે, મોટર વ્હીકલ એક્ટની કલમ 59 મુજબ દરેક પ્રકારના વાહનોની ઉંમર નક્કી કરવામાં આવે અને ભારત સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટની કલમ 74 અનુસાર જાહેરનામું બહાર પાડીને ગુજરાતના વિવિધ શહેરોમાં પરમીટ વાળા વાહનોની સંખ્યા નક્કી કરવામાં આવે તે બાબતેની દાદ માગતી અરજી દાખલ કરવામાં આવેલ હતી. એટલું જ નહિં તમામ વહાનોની ઉંમર નક્કી કરવામાં આવે.
નવી રિક્ષા અને કેબને મંજૂરી ન આપવા મુદ્દે સરકાર 4 મહિનામાં નિર્ણય કરે: હાઈકોર્ટ - નવી રિક્ષા અને કેબને મંજુરી ન આપવા
અમદાવાદ: મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતના રાજ્યોમાં જેમ ગુજરાતમાં પણ એક વ્યક્તિને એક જ કોન્ટ્રાક્ટ કેરેજ પરમીટનું વાહન આપવામાં આવે, નવી ઓટો ટેક્સીના પરમિટ વેંચાણ બંધ કરવામાં આવે તેવી દાદ સાથે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી મુદ્દે મંગળવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકારને આ તમામ મુદ્દે 4 મહિના સુધીમાં નિર્ણય લેવાનો આદેશ કર્યો છે.
file photo
રાજ્યના રોડની ક્ષમતા, વાહનોની સંખ્યા કરતા ખુબજ ઓછી અને પોલીસ દ્વારા રિક્ષાચાલકોને કરાતી હેરાનગતિ, પર્યાવરણના વિવિધ મુદ્દાઓ, પ્રદૂષણ, ટ્રાફિકની સમસ્યા, વાહન વ્યવહારના વાહનોના સ્ટેન્ડ અને જગ્યાની ઓછી સંખ્યા, ઓટોરિક્ષા માટે સાબરમતી રીવરફ્રન્ટ જવા ઉપર પ્રતિબંધ સહિતના મુદાઓને લીધે હેરાનગતિ થતી હોવાનું અરજદારે જણાવ્યું હતું.