ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકો માસ્ક ન પહેરે તો 1 હજાર રૂપિયા દંડ વસૂલવાનો સરકાર પરિપત્ર બહાર પાડેઃ હાઈકોર્ટ - ઇન્જેક્શન

કોરોના મહામારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવામાં આવેલી સુઓ મોટો અરજીમાં મંગળવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 1 હજાર રૂપિયા સુધીનો દંડ કરવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને નવો પરિપત્ર બહાર પાડવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ

By

Published : Aug 4, 2020, 10:58 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં વકરી રહેલા કોરોના સંક્રમણની નોંધ લેતા નોંધ્યું હતું કે, અમદાવાદ અને સુરતથી આવતા-જતા લોકોની કોરોનાની તપાસ કરવામાં આવવી જોઈએ. હાઈકોર્ટે નોંધ્યું કે, 200 કે 500ના દંડથી કંઈ નહીં થાય દંડને 1000 રૂપિયા કરવામાં આવે અને જો બીજીવાર કોઈ માસ્ક પહેર્યા વગર પકડાય તો 5 હજાર રૂપિયા વસૂલવા જોઈએ.

હાઈકોર્ટે સરકારને ટેસ્ટિંગ વધારવા પણ ટકોર કરી છે. શાહીબાગના રાજસ્થાન હોસ્પિટલમાં હોસ્પિટલની બેદરકારીને લીધે ફટકારેલો 77 લાખનો દંડ કેમ હજી સુધી વસુલય નથી તેની પણ ગપર્સ કરવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે અગાઉ પણ માસ્ક ન પહેરનાર લોકોને 1000 રૂપિયાનો દંડ કરવાની ટકોર કરી હતી જોકે સરકારે 1ઓગસ્ટથી માસ્ક ન પહેરનાર લોકો પાસે 500 રૂપિયા દંડ વસુલવાનો આદેશ કર્યો હતો.

લોકો માસ્ક ન પહેરે તો 1 હજાર રૂપિયા દંડ વસુલવાનો સરકાર પરિપત્ર બહાર પાડેઃ હાઈકોર્ટ

રાજ્યમાં ટોસિલિઝુમાબ ઇન્જેક્શન અપડેટ

  • રાજ્ય સરકારે 4597 ઇન્જેક્શન મંગાવ્યા
  • 2330 ઇન્જેક્શન મળ્યા
  • 77 ટોસિલિઝુમાબ ઇન્જેક્શન
  • નકલી ટોસિલિઝુમાબ ઇન્જેક્શનના બે રેકેટ ઝડપાયા છે

આ અગાઉ હાઈકોર્ટે લીધેલી સુઓ મોટો અરજીમાં રાજ્ય સરકારને ટકોર કરી હતી કે, ઘરમાંથી નીકળનારા લોકો માટે માસ્ક ફરજીયાત છે અને જો કોઈ માસ્ક વગર બહાર નીકળે તો તેને 1 હજાર રૂપિયા સુધી દંડ કરો અને જો કોઈ વ્યક્તિ નારાજ થાય તો તેની ચિંતા રાજ્ય સરકારને કરવાની જરૂર નથી, એટલું જ નહીં હાઈકોર્ટે ટોસિલિઝુમાબ ઇન્જેક્શનની કાળા બજારી પર આકરી કાર્યવાહી કરવાનો સરકારને આદેશ કર્યો છે. નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી નકલી ટોસિલિઝુમાબ ઇન્જેક્શનના બે રેકેટ ઝડપાઈ ચુક્યા છે.

હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ કરતા જણાવ્યું હતું કે, કોરોનાથી ગંભીર થયેલા દર્દીઓની સારવાર માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. રાજ્ય સરકારે જણાવ્યું કે, 20મી માર્ચથી અત્યાર સુધીમાં 4597 ટોસિલિઝુમાબ ઇન્જેક્શન મંગવામાં આવ્યા છે. જેની સામે 2330 ઇન્જેક્શન મળ્યા છે. હાલ 77 ટોસિલિઝુમાબ ઇન્જેક્શન ઉપલબ્ધ છે. આ ઇન્જેક્શનની માગ ખૂબ જ હોવાથી તેની કાળા-બજારી કરવામાં આવે છે અને આવા 2 રેકેટ પકડવામાં સરકારને સફળતા મળી છે.

નોંધનીય છે કે, ટોસિલિઝુમાબ ઇન્જેક્શનને લઈને જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ઇન્જેક્શનની માહિતી અને તેની કિંમત નિયંત્રિત કરવાની માગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details