અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા લોકોને પોતાના ઘરનું ઘર મળે તે હેતુ મુખ્યપ્રધાન આવસ યોજન અને વડાપ્રધાન આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેના કારણે અનેક લોકોને પોતાના ઘરનું ઘર મેળવવાનું સપનું સાકાર બન્યું છે. હવે ગુજરાત સરકાર દ્વારા વધુ EWS વર્ગના લોકોને પણ પોતાના ઘરનું ઘર ઉપલબ્ધ કરવાનો નિશ્ચિય કર્યો છે. જેના કારણે ગુજરાતમાં ત્રણ શહેરમાં નવી ટાઉન પ્લાનિંગ ખોલવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતના 3 શહેરમાં ટાઉન પ્લાનિંગને આપી મંજૂરી :મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ વિસ્તારને ઈઝ ઓફ લિવિંગ વૃદ્ધિથી માનવ વિકાસ સૂચકાંક સુધારવાની દિશામાં કામ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે અમદાવાદ શહેરની 9 તથા ભાવનગર અને સુરત મહાનગરની કુલ 11 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ ઔડાની ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ 138/એ રૂપાવટી તથા 138/બી રૂપાવટી-વાસોદરાને મંજૂરી આપવામાં આવી છે.
7 પ્રિલીમનરી ટાઉન પ્લાનીંગ :અમદાવાદની 7 પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને પણ મંજૂરી આપી છે. આ 7 પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કીમ 92/બી સરખેજ -ઓકફ, 105 વસ્ત્રાલ, 73 વિંઝોલ, 114 વસ્ત્રાલ-રામોલ, 93/સી ગ્યાસપુર- વેજલપુર, 65 સૈજપુર-બોઘા તેમજ 66 સૈજપુર-બોઘા ઇસ્ટનો સમાવેશ થાય છે. આ ટાઉન પ્લાનિંગ સ્કીમની મંજૂરીના પરિણામે અમદાવાદમાં 26.60 ફેક્ટર્સ જમીન આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે EWS આવાસના કુલ 23733 આવાસોનું નિર્માણ કરવામાં આવશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળની બે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ, 138/ એ રૂપાવટી તેમજ 138/બી રૂપાવટી-વસોદરામાં કુલ 10.36 હેક્ટર જમીન 9300 આવાસો તૈયાર કરવામાં આવશે.
વધુ EWS આવાસો બનશે અમદાવાદમાં :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રિલિમિનરી ટીપીને મંજૂર કરી છે. તેના પરિણામે સ્કીમ 92/બી સરખેજ -ઓકફમાં 1.37 હેક્ટર્સ 1200 EWS આવાસ માટે, સ્કીમ 105 વસ્ત્રાલમાં 3.33 હેક્ટર્સ 2990 EWS આવાસ માટે, સ્કીમ 73- વિંઝોલમાં 3.26 હેક્ટર્સ 2900 EWS આવાસ માટે, સ્કીમ 114 વસ્ત્રાલ-રામોલમાં 6.71 હેક્ટર્સ 6000 EWS આવાસ માટે, સ્કીમ 65 સૈજપુર-બોઘામાં 0.73 હેક્ટર્સ 243 EWS આવાસ માટે અને સ્કીમ 66 સૈજપુર-બોઘા ઇસ્ટમાં 1.3 હેક્ટર્સ 1100 EWS આવાસ માટે પ્રાપ્ત થશે. આ મંજૂરીના કારણે આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે અમદાવાદમાં કુલ 89.85 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઈ શકશે. તદ્દઅનુસાર ઔડાની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ 138/એ રૂપાવટીમાં 26.6 હેક્ટર્સ, 138/બી રૂપાવટી- વસોદરામાં 10.76 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.