ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત સરકારે કોરોના સામે લડવા કેટલો ખર્ચ કર્યો, આકડો જોઈ આંખ ચાર થઈ જશે - કોરોના બજેટ

કોરોના મહામારીને (Corona Update in Gujarat )લઇને ફરી ચિંતાજનક સમાચારો વહેતાં થઇ રહ્યાં છે તેવામાં રાજ્ય અને કેન્દ્ર સરકારની સજ્જતા વિશે પૂછવામાં આવી રહ્યું છે. કોરોના સામે લડવા માટે સરકારી ભંડોળ (Government Funding to fight against Corona ) માં ગુજરાત સરકારે 33 જિલ્લામાં કુલ 25,000 કરોડથી વધુનો ખર્ચ ( 25000 Crore Expenditure in Corona )કર્યો હોવાનો આંકડો બહાર આવ્યો છે.

ગુજરાત સરકારે કોરોના સામે લડવા માટે સરકારી ભંડોળ કેટલું વાપર્યું તેનો આંકડો જાણો
ગુજરાત સરકારે કોરોના સામે લડવા માટે સરકારી ભંડોળ કેટલું વાપર્યું તેનો આંકડો જાણો

By

Published : Dec 22, 2022, 2:59 PM IST

Updated : Dec 22, 2022, 4:15 PM IST

ગાંધીનગરસમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ લોકોને હચમચાવી દીધા હતા ત્યારે નાણાકીય સ્થિરતા ધરાવતા દેશોનું બજેટ પણ અસ્થિર બની ગયું હતું. ત્યારે ગુજરાત સરકારની (Corona Update in Gujarat ) વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે 33 જિલ્લામાં કુલ 25000 કરોડથી વધુનો ખર્ચ કર્યો (Government Funding to fight against Corona ) છે. મહત્વની વાત કરવામાં આવે તો આ ખર્ચ પૈકી તમામ ધારાસભ્યોએ એક વર્ષની ગ્રાન્ટ (MLAs Grant )કોરોના ખર્ચમાં વાપરવા માટેની સરકાર સાથે સહમતી દર્શાવી હતી. જ્યારે ગુજરાત સરકાર ( 25000 Crore Expenditure in Corona ) કરતા કેન્દ્ર સરકાર દ્વારા કોરોનામાં વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો ચીનથી આવેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ; ઓમિક્રોન BF.7ની ચકાસણી માટે રિપોર્ટ ગાંધીનગર મોકલાયો

ધારાસભ્યોની એક વર્ષની ગ્રાન્ટ કોરોનામાં અપાઇ જ્યારે સમગ્ર દેશમાં પ્રથમ લોકડાઉન લાગ્યું હતું ત્યારે પરિસ્થિતિ વિકટ બની હતી. વિકટ પરિસ્થિતિમાં ગુજરાત સરકાર (Corona Pandemic Gujarat ) દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોરોના પેનડેમિક ગુજરાતમાં ગુજરાતના 182 ધારાસભ્યોની એક વર્ષની ગ્રાન્ટ (MLAs Grant ) રાજ્ય સરકારે આપી ન હતી અને વિધાનસભા ગૃહમાં જ તમામ ધારાસભ્યોની સર્વસંમતિથી લઈને જ એક વર્ષની ગ્રાન્ટ કોરોનાના હોસ્પિટલના સાધનો, લોકોની સેવામાં વાપરવાનો નિર્ણય (One year grant of MLAs given in Corona ) કર્યો હતો. જ્યારે ધારાસભ્યોને એક વર્ષમાં 1.5 કરોડ જેટલી ગ્રાન્ટ પ્રાપ્ત થાય છે. જ્યારે તમામ ધારાસભ્યોને વર્ષ 2021-22 ના નાણાકીય વર્ષમાં મહામારી સંબંધિત હોસ્પિટલમાં દવાખાનામાં સાધનોની ખરીદી માટે 50 લાખ રૂપિયા ચુકવવાની જાહેરાત (Corona budget ) કરવામાં આવી હતી.

આ પણ વાંચો કેન્દ્ર સરકારે કોરોના સામે લાલ આંખ કરી કહ્યું સાવચેતી જરૂરી, રાજ્યમાં BF7નો એક પણ એક્ટિવ કેસ નહીં

જિલ્લા કલેકટરને આપી હતી જવાબદારી રાજ્ય સરકારે 17 ઓગસ્ટ 2021 ના રોજ કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષમાં અને એક રૂપિયાના ખર્ચ થયો હતો ત્યારે હવે વધુ ખર્ચ માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગે 11 ઓગસ્ટે એક ખાસ પરિપત્ર (Corona Pandemic Gujarat ) બહાર પાડ્યો હતો. જેમાં ખર્ચ માટેની જવાબદારી માટે સીએસઆર ફંડ (CSR Fund ) ઉભું કરીને ખર્ચ કરવા માટે કલેકટરને સત્તા આપવામાં આવી હતી.

સરકારે 25,000 કરોડનો ખર્ચ કર્યો હતોકોરોના મહામારીમાં આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર તમામ જિલ્લામાં વધારાની કોવિડ હોસ્પિટલ શરૂ લરી હતી અને ત્યારબાદ દર્દીઓની સંખ્યામાં જે રીતે વધારો થઈ રહ્યો હતો. તેને ધ્યાનમાં લઈને ખાનગી હોસ્પિટલમાં પણ સરકારી ખર્ચ અને સરકારી કોટાના રાખવામાં આવ્યા હતાં. જેને ચુકવણી સરકારી વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલના કરવામાં આવતી હતી. આમ રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ઓક્સિજન દવાઓની સારવાર અને મેડિકલના તમામ સાધનોની ખરીદી સાથે કુલ 25000 કરોડથી પણ વધુનો રકમનો ખર્ચ (Corona budget ) કર્યો હતો. જ્યારે ત્રીજી લહેરને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે એક્શન પ્લાન તૈયાર કરી જિલ્લા કલેક્ટરને વધારાનું ફંડ ઊભું કરવાની પણ સૂચના (Corona Pandemic Gujarat ) આપવામાં આવી હતી.

કમિટીમાં કોણ કોણ સભ્ય હતાંકમિટીમાં સભ્યની વાત કરવામાં આવે તો ઉદ્યોગ વિભાગ તરફથી જિલ્લા કલેકટરની અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષાની કમિટી રચવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કલેક્ટર અધ્યક્ષ તરીકે ડીડીઓ ઉપાધ્યક્ષ અને જિલ્લા આયોજન અધિકારી તિજોરી અધિકારી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સભ્ય તરીકે અને નિવાસી અધિક કલેક્ટરને પણ સભ્ય સચિવ તરીકેની જવાબદારી(Corona Pandemic Gujarat ) આપવામાં આવી હતી.

Last Updated : Dec 22, 2022, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details