ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારે ડેપ્યુટી કલેક્ટર ધવલ જાનીને આપેલો પ્રમોશન રદ કર્યો - ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી

અમદાવાદઃ વર્ષ 2017 ધોળકા વિધાનસભા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી અરજી મુદ્દે શુક્રવારે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં ભુપેન્દ્ર ચુડાસમાના વકીલ નિરૂપમ નાણાવટ્ટીએ સોંગદનામું રજૂ કરતા દલીલ કરી હતી. આ કેસના પક્ષકાર ધવલ જાનીને સરકાર દ્વારા જે પ્રમોશન અપાયો હતો તે પરત ખેંચી લેવામાં આવ્યું છે અને તેની વિરૂદ્ધ ખાતાકીય તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે વધુ સુનાવણી 22 નવેમ્બરે હાથ ધરાશે.

સરકારે ડેપ્યુટી કલેક્ટર ધવલ જાનીને આપેલો પ્રમોશન રદ કર્યો

By

Published : Nov 15, 2019, 8:31 PM IST

આ અગાઉ કેન્દ્રીય ચૂંટણી પંચે બંને અધિકારી વિનિતા વ્હોરા અને ધવલ જાની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો રાજ્યના ચૂંટણી પંચને આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજ્ય સરકારે ધવલ જાનીને ડેપ્યુટી કલેક્ટરના પદ પરથી એડિશનલ કલેક્ટર મેટ્રો લિંક તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. હાઇકોર્ટે આ મુદ્દે ધવલ જાની અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલને તપાસના આદેશ આપ્યા છે.

સરકારે ડેપ્યુટી કલેક્ટર ધવલ જાનીને આપેલો પ્રમોશન રદ કર્યો

હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં તેની શંકાસ્પદ ભુમિકાને લીધે ધવલ જાનીને પક્ષકાર બનાવવામાં આવ્યો હતો અને તેને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાના ફાયદો કરાવ્યો હોવાથી કદાચ તેને સરકાર દ્વારા પ્રમોશન આપવામાં આવ્યો હોઇ શકે છે. હાઇકોર્ટની સુનાવણી જસ્ટીસ પરેશ ઉપાધ્યાયે નોંધ્યું હતું કે, ધોળકા વિધાનસભા બેઠક પર રિટર્નિંગ ઓફિસર તરીકે કાર્યરત ધવલ જાની પર શંકાસ્પદ ભુમિકા અદા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. વર્ષ 2017 ધોળકા વિધાનસભા બેઠક પરથી ભુપેન્દ્ર ચુડાસમા 327 મતોથી જીત્યા હતાં. જેને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા પડકારવામાં આવી હતી. અશ્વિન રાઠોડે ચુડાસમા પર મતગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details