અમદાવાદ:ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરતાં વકીલોને GST વિભાગ તરફથી ફટકારેલી નોટિસને પડકારવામાં આવી છે. જ્યારે વકીલ કોઈ વ્યક્તિગત બાબતને વ્યક્તિનો કેસ લડતો હોય તો, GST લાગવાનો કે GST લેવાનો કોઇ સવાલ કાયદામાં આવતો નથી. જોકે કોઈ કંપની કે મોટી એજન્સીના કેસની વાત આવે છે, ત્યારે તેમાં Goods and Services Tax Council લાગૂ પડે છે, પરંતુ તે સીધી રીતે એડવોકેટ પર લાગૂ ન પડે, જે તે કંપની કે એજન્સીએ ભરપાઈ કરવાની હોય છે. જો તે GST ન ભરે તો કાયદાની જોગવાઈ પ્રમાણે કંપની કે (વકીલો માટે GST કાયદો ) એજન્સી સામે કાર્યવાહી થાય પરંતુ વકીલ સામે નહીં શકે.
હાઇકોર્ટના વકીલોને GST લાગુ પડતો નથી તેની અરજી કરી
હાઇકોર્ટમાં વકીલાત કરતાં લગભગ 20 વકીલોને GST વિભાગ તરફથી રિકવરી માટેની નોટિસો મળી છે. જેને લઈ હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. વકીલોના તો GST નંબર પણ હોતાં નથી, તો શા માટે અને કઇ રીતે GST વિભાગ રિકવરીનો દાવો કરી શકે? તે રજૂઆત (GST oppose by lawyers )આ અરજીમાં કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ એસોસિએશન તરફથી કરવામાં આવેલ અરજીમાં (વકીલો માટે GST કાયદો )રજૂઆત કરવામાં આવી છે, વકીલાત કરતા વકીલોને GST લાગુ પડતો નથી. તેમ છતાય GST ભરવા GSTનાં વિભાગે વકીલોને (gst law for lawyers)માટેની નોટીસ ફટકારી છે, જે યોગ્ય નથી.