અમદાવાદઃ અમદાવાદના સરખેજમાં આવેલ શીતળા માતાના મંદિર પાછળ એક મકાનમાં ગીઝરમાં આગ લાગવાથી સમગ્ર ઘરમાં ધૂમાડાના ગોટા ઘરમાં ફેલાઈ ગયા હતા.ઘરમાં લાગેલી આગથી સાત લોકો દાઝી ગયા હતા. તેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ગીઝરમાં થઈ હતી શોર્ટ સર્કિટ ચાલુ ગીઝરમાં લાગી આગઃ શીતળા માતાના મંદિર પાછળ નાયકના મઢની શેરીમાં એક મકાનમાં અચાનક ગીઝર ચાલુ હતું તે દરમિયાન ભડકો થયો હતો. થોડીવારમાં તો આગ અને તેના ધૂમાડાના ગોટેગોટા સમગ્ર ઘરમાં પ્રસરી ગયા હતા. જેને કારણે સાત લોકો દાઝી ગયા હતા. તેમજ આ આગથી ઘરવખરીને નુકસાન પહોચ્યું હતું. તાત્કાલીક ફાયર બ્રિગેડ પહોંચી જતા આગે કાબૂમાં લેવાઈ અને આગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ગેસ ગીઝરમાં બ્લાસ્ટ થતાં આગ પ્રસરી હતી. સાત લોકો આગમાં દાઝ્યા હતા.તેમજ તેમને નાની મોટી ઈજા થઈ હતી.ધરવખરી બળીને ખાખ થઈ ગઈ છે...જયેશ ખડીયા (ચીફ ફાયર ઓફિસર, એએમસી)
ફાયર બ્રિગેડની કામગીરીઃ ફાયરબ્રિગેડ 1 મીની ફાયર ફાઇટર સ્ટાફ સાથે, 1 ગજરાજ સ્ટાફ સાથે, 1 એમ્બ્યુલન્સ ડિવિઝનલ ઓફિસર સાથે પ્રહલાદ નગર ફાયર સ્ટેશનથી ઘટના સ્થળે પહોંચી હતી. સત્વરે પાણીના મારો ચલાવીને ફાયર બ્રિગેડે આગ બુઝાવી દીધી હતી. તેમજ ઘરમાં ગેસના ત્રણ બાટલા હતા, તેને સૌથી પહેલા બહાર લઈ આવ્યા હતા. આ ગેસના બાટલા જો આગની ઝપટમાં આવી ગયા હોત તો આગે મોટુ સ્વરૂપ ધારણ કર્યુ હોત. આ આગની જાળથી દાઝેલાને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
- કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનામાં વધારો થવાનું એક કારણ સતત ચાલતો વીજ પૂરવઠો
- નરોડા સેજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી ફેકટરીમાં આગ લાગી