ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ૧૧ વર્ષની બાળકી પર પડોશમાં રહેતા સગીરે આચર્યું દુષ્કર્મ - gujaratpolice

અમદાવાદ:સગીર વયના બાળક-બાળકીઓ પર થતાં ગુનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સગીર વયના બાળકે જ પડોશમાં રહેતી સગીર વયની બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે.ઘટનાની જાણ થતા સગીરાના કાકીએ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી સગીર વિરુધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

etv bharat ahmedabad

By

Published : Sep 4, 2019, 6:31 AM IST

શહેરના વટવા વિસ્તારમાં આવેલ વસંત ગજેન્દ્ર ગળતરનગરના આવાસ યોજનના મકાનમાં ૧૧ વર્ષની સગીરા પરિવાર સાથે રહે છે અને તેમની ઉપર ૧૫ વર્ષીય સગીર રહે છે. જેને કોઈ કારણથી સગીરાને ઉપર બોલાવી અને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ સમગ્ર વાતની જાણ તેની મોટી બહેનને કરી હતી. જે બાદ મોટી બહેને આ અંગે તેના કાકીને જાણ કરી હતી. સગીરાના કાકીએ સારવાર માટે 108 એમ્બ્યુલેન્સનો સંપર્ક કર્યો હતો. જે બાદ સગીરાને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

અમદાવાદમાં ૧૧ વર્ષની બાળકી પર પડોશમાં રહેતા સગીરે આચર્યું દુષ્કર્મ

સગીરાના કાકીએ સગીરા સાથે થયેલ દુષ્કર્મ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ મામલે IPC અને પોસ્કોની એકટ હેઠળ ગુનો નોધીને તપાસ શરુ કરી હતી. આ મામલે ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘષમાં આવનાર સગીર સામે પોલીસે કાર્યવાહી કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details