ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરમાં ઈકો-સેન્સેટીવ ઝોન ઘટાડવાના પ્રસ્તાવ પર હાઈકોર્ટેનો સ્ટે યથાવત - Aaquib Chhipa

ગીર સોમનાથ: ગીર અભ્યારણ અને તેના આસપાસના વિસ્તારમાં ઈકો-સેન્સેટીવ ઝોન ઘટાડવાના સરકારના પ્રસ્તાવ સામે દાખલ કરાયેલી અરજી પર ગુરુવારે જસ્ટીસ અંનત દવે અને બીરેન વૈષ્ણવની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે અગાઉ ઈકો-સેન્સટીવ ઝોન ઘટાડવાના પ્રસ્તાવ પર મૂકવામાં આવેલા સ્ટેને યથાવત રાખ્યો છે. જે બાબતે ફાઈનલ સુનાવણી અગામી 19મી જુનના રોજ હાથ ધરાશે.

વીડિયો

By

Published : Apr 25, 2019, 8:19 PM IST

અરજદાર વતી વકિલ અભિસ્ટ ઠાક્કર તરફથી રજુઆત કરવામાં આવી હતી કે, ઈકો-સેન્સેટીવ ઝોન જે 3.32 લાખ હેક્ટરમાં હતું એને ઘટાડીને 1.14 લાખ હેક્ટર કરી દેવામાં આવ્યું છે. જે પર્યાવરણ અને ગીરના સિંહને જોખમરૂપ સમાન છે. ગીરનાર અને ગીર જંગલ વચ્ચેનો વિસ્તાર છે એનું સિહો દ્વારા ઉપયોગ કરવામાં છે અને જો તેની સાથે ચેડા કરવામાં આવે તો આવા હસ્તક્ષેપથી સિંહોને ભારે નુકસાન થવાની ભીતિ છે.

ગીરમાં ઈકો-સેન્સેટીવ ઝોન ઘટાડવાના પ્રસ્તાવ પર હાઈકોર્ટે સ્ટે યથાવત રાખ્યો

હાઈકોર્ટે બંને પક્ષને સાંભળી મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, સરકાર તરફથી જે રજુઆત કરવામાં આવી છે તેનાથી કેન્દ્ર સરકારના ઈકો-સેન્સેટીવ ઝોનમાં ઘટાડો કરવાના પ્રસ્તાવમાં રાહત આપવાની જરૂર લાગતી નથી. સરકારે ગ્રામ પંચાયત, હોટલોના જે તકલીફોને રજુ કરવામાં આવી છે. મોટાભાગના જે દાવા કરવામાં આવી રહ્યાં છે એ ઈકો-સેન્સેટીવ ઝોનમાં નાની - મોટી વ્યવસ્થા જેમ કે, કુવા ખોદવા સહિતની બાબત માટે કરવામાં આવી છે જે નિયમ પ્રમાણે માન્ય જ છે. આ મામલે ફાઈનલ સુનાવણી 19મી જુનના રોજ હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details