ગુજરાત

gujarat

ETV Bharat / state

GCCI Textile: ટેક્સટાઇલ કોન્કલેવ યોજાશે, દેશભરના ટેક્સટાઈલ સંગઠન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે - planning details

દેશમાં ટેક્સટાઈલ્સ ઉદ્યોગને નવી દિશા આપવા અને એમાં થઈ રહેલા ઈનોવેશનને વેગવંતા કરવા માટે એક મોટું આયોજન થવાનું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તારીખ 8 એપ્રિલના કલબ 07 શેલા ખાતે ટેકસટાઇલ ઇન્ટરએક્ટિવ મીટ તેમજ ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવ આયોજન કરવામાં આવ્યું છે.

GCCI કરશે ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવ
GCCI કરશે ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવ

By

Published : Apr 6, 2023, 11:34 AM IST

GCCI કરશે ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવ

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટેક્સટાઈલ લીડરશીપ કોન્કલેવ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના ટેક્સટાઈલ્સ સાથે જોડાયેલા લોકો, સંગઠનો, વેપારીઓ તેમજ ડીલર્સ જોડાશે. જ્યાં આ ક્ષેત્રે અપડેટ થઈ રહેલી ટેકનોલોજી, મશીનરી, ડીઝાઈન અને રોકાણ અંગે વિસ્તારથી ચર્ચા વિચારણા કરાશે. સ્પિનિંગ પ્રોસેસિંગ,ગારમેન્ટિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ મશીનરી ઉદ્યોગ પ્રતિનિધિ આ કોન્કલેવમાં ભાગ લેશે. આ ઉપરાંત ટેક્સટાઇલ ડિજિટલ ડિરેક્ટરીનું પણ અનાવરણ કરવામાં આવશે. ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ઉદ્યોગપ્રધાન જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ પણ હાજર રહેશે.

આ પણ વાંચો Ahmedabad Crime : ઈલેક્ટ્રીક વાયરની ચોરી કરવાની ટ્રિક જાણીને પોલીસ ચોંકી ઉઠી

દુનિયામાં પ્રખ્યાત: GCCI પ્રમુખ પથિક પથવારીએ જણાવ્યું હતું કે ફાર્મ ટુ ફેશન ફોરેન વડાપ્રધાન ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે. ગુજરાતના કોટનની વાત કરવામાં આવે તો ગુજરાતનું કોટન સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. પરંતુ ગુજરાતમાં કોટનનું ઉત્પાદન કેવી રીતના વધારવી શકાય તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ફેક્ટર દીઠ 600 કિલોગ્રામ પર હેક્ટરે ઉત્પાદન થાય છે. ત્યારે વિશ્વના બીજા દેશોમાં 1500 કિલોગ્રામથી પણ વધારે પર હેક્ટરે ઉત્પાદન થઈ રહ્યું છે. જે ખરેખર ગુજરાત માટે એક ચિંતાનો વિષય કહી શકાય ત્યારે જે કોન્કલેવ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દરેક રાજ્યના એસોસિએશન ભાગ લઈ રહ્યા છે.

કયા પ્રશ્નોની રજુઆત:બજેટમાં ઈમ્પોર્ટ ડ્યુટી માં મશીનરી દૂર કરવામાં આવી છે. જે સારી બાબત કહી શકાય જે પરંતુ અનેક બીજા એવા પ્રશ્નો છે. જેને દૂર કરવામાં આવ્યા નથી ને આ કોણ કોન્કલેવમાં પણ એ પ્રશ્ન વિશે ચર્ચા કરી શકાય છે. સરકાર સામે પણ પ્રશ્નો મૂકવામાં આવશે. જેમાં કેન્દ્ર દ્વારા નવી ઇન્ડસ્ટ્રીઝ માટે પોલીસી હતી તે માર્ચ 2022થી કોઈ પોલિસીની જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત GCCI દ્વારા પણ અનેક મુદ્દાઓ સાથે માહિતી મોકલ્યું છે. તેના પર પણ આગળ કામ કરવામાં આવ્યું નથી. ગુજરાત સરકાર પાસે ગારમેન્ટ ટેક્સટાઇલ પોલિસી ને આગળ વધારવા અથવા તો નવી પોલીસી જાહેરાત કરવાની સૂચના આપવામાં આવશે. ટેકનિકલ ટેક્સટાઇલમાં વધારે ઇનપુટ થાય અને MSMEથી નાના ઉદ્યોગને ફાયદો થાય તેની રજૂઆત પણ કરવામાં આવશે.

આ પણ વાંચો Ahmedabad Crime : પ્રેમસબંધમાં ભાઈએ ભાઈનું અપહરણ કરીને રાજસ્થાનમાં ઢોર માર માર્યો

100 એસોસીએશન આમંત્રણ:વધુમાં જણાવ્યું હતું કે આ દિવસે ટેક્સટાઇલ કેન્દ્રીય પ્રધાન દર્શનાબેન જરદોશ હાજર રહેશે. જેમાં ટેક્સટાઇલ વિભાગ દ્વારા પડેલા પડતર પ્રશ્નો અને ટેક્સટાઇલને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકાય તે માટે દેશમાંથી આવેલા અલગ અલગ એસોસિએશન અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહેવાના છે. જીસીસીઆઈ દ્વારા 80 થી 100 એસોશીએશનને આમંત્રણ આપવામાં આવ્યું છે. જે સમસ્યાઓ ઉદભવી રહી છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details