અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સતત બીજા વર્ષે ભગવાન ગણેશને બિરાજમાન કરવામાં આવ્યા છે. જ્યાં બેરોજગાર લોકો વિઘ્નહર્તાને નોકરી માટે અરજી આપે છે. પ્રથમ દિવસે જ 50 લોકોએ ભગવાનના ચરણે નોકરીની અરજી મૂકી ગણપતીને રીઝવવાની પહેલ કરી છે.
ચાંદખેડામાં બેરોજગારી દૂર કરતા અનોખા ગણપતિની સ્થાપના - ETV bharat
અમદાવાદઃ વર્તમાન સમયમાં દેશમાં બેરોજગારી અને મંદી એક મોટો મુદ્દો છે. મોટી-મોટી કંપનીઓ આજે બંધ થવાની તૈયારી પર હોવાથી સામાન્ય પટ્ટવાળા કે, ક્લાર્કની નોકરી માટે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાયાં છે. ત્યારે અમદાવાદના ચાંદખેડામાં લોકોની નોકરીની અરજી સ્વીકારતા અનોખા ગણપતીની સ્થાપના કરવામાં આવી છે. તો ચાલો જાણીએ બેરોજગારી દુર કરતા ગણપતિ વિશે...
ganpatis special feature
ગત્ વર્ષે પણ ગણેશ ચતુર્થી નિમિતે ગણપતી ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા અને નોકરી માટેની અરજીઓ ભગવાનના ચરણે મૂકવામાં આવી હતી. તેમાંથી મોટા પ્રમાણમાં લોકોને સારી જગ્યાએ નોકરી લાગી ગઈ છે. તર્ક અને આસ્થામાં મેળ નહી આવતો, પરંતુ જો શ્રધ્ધાથી ભગવાનના ચરણે અરજી મૂકવામાં આવે તો તેનો સારો પ્રતિસાદ મળે છે તેવું ભક્તોનું કહેવું છે.
Last Updated : Sep 9, 2019, 8:31 AM IST