ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad news: મોજશોખ કરવા વાહનોની ચોરી કરતી ટોળકી ઝડપાઈ, ચોરીની 7 એકટીવા કબ્જે કરાઈ - ચોરીની 7 એકટીવા કબ્જે કરાઈ

અમદાવાદમાં મોજ શોખ માટે વાહન ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. સમગ્ર મામલે જી ડિવિઝન એસીપી વી.એન યાદવે જણાવ્યું હતું કે પોલીસે બાતમીના આધારે આરોપીઓને પકડીને સાત વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં એક કૃષ્ણનગરમાં અને છ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એકટીવાની ચોરી કરવામાં આવી હતી.

gang-stealing-vehicles-for-fun-was-caught-7-vehicles-were-seized
gang-stealing-vehicles-for-fun-was-caught-7-vehicles-were-seized

By

Published : Jan 30, 2023, 5:50 PM IST

મોજશોખ કરવા વાહનોની ચોરી કરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદ:અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વાહનચોરી કરીને પોલીસની ઊંઘ હરામ કરનાર આરોપીઓને ઝડપવામાં કૃષ્ણનગર પોલીસને સફળતા મળી છે. કૃષ્ણનગર પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરો સહિત ત્રણ આરોપીઓને પકડી અનેક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જોકે આરોપીઓ વધુ પૂછપરછ કરતા એક બે નહીં પરંતુ 7 એકટીવા ચોરીની એક્ટિવ મળી આવી હતી.

પોલીસે બાતમીના આધારે આરોપીઓને પકડીને સાત વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

ચોરીની 7 એકટીવા કબ્જે કરાઈ:આ મામલે કૃષ્ણનગર પોલીસે રોહિત પટણી નામના યુવકની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહે છે. કૃષ્ણનગર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવતા બે કિશોરોને પકડીને પૂછપરછ કરતા અનેક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. પોલીસની ટીમ રાત્રી દરમ્યાન પેટ્રોલિંગમાં હતી તે સમયે એક એક્ટિવા પર આ ત્રણેય આરોપીઓ પસાર થતા હતા. પોલીસને શંકા જતા આ ત્રણે આરોપીઓની પૂછપરછ શરૂ કરતાં ચોરી કરેલું એકટીવા પર નીકળ્યુ. જોકે આરોપીઓ વધુ પૂછપરછ કરતા એક બે નહીં પરંતુ 7 એકટીવા ચોરીની એક્ટિવ મળી આવી હતી.

આ પણ વાંચોGujarat High Court: ગેરકાયદે ચાલતા કતલખાના યુદ્ધના ધોરણે બંધ કરો

માસ્ટર કીના ઉપયોગથી ચોરી: પકડાયેલ આરોપીઓએ માત્ર દોઢ મહિનામાં સાતથી પણ વધુ એકટીવા ચોરીને અંજામ આપ્યો હતો. જોકે એક્ટિવા ચોરી કરવા આરોપી બપોરે ભીડ ભાડા વાળા વિસ્તાર, કોમ્પલેક્ષ અને રાત્રીનો સમય નક્કી કરતા હતા. ચોરી કરવાંની મોડસ ઓપરેન્ડીની જો વાત કરીએ તો આરોપીઓ અન્ય કોઈ વાહન નહિ પરંતુ એક્ટિવા ચોરીને અંજામ આપતા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે એક્ટિવાનું લોક ન તોડવું પડે તે માટે આરોપીઓએ માસ્ટર કી પણ બનાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાયદાના સંઘર્ષમાં આવેલા બે આરોપીઓ એક્ટિવા ચોરી કરીને અવાવરૂ જગ્યા પર મૂકી દેતા અને ત્યાર બાદ આરોપી તે જગ્યા પર જઈને એક્ટિવા લઈ આવતો હતો. જોકે આરોપી ચોરી કરેલી એક્ટિવા વેચવા જવાનો પ્લાન તૈયાર કર્યો હતો તે પહેલાં તો પોલીસની ઝપેટમાં આવી ગયો હતો.

આ પણ વાંચોChhota Udepur News : મોટા ભાઈના ખોળામાંથી નાના ભાઈને દીપડો ઉપાડી ગયો

વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો:હાલ તો કૃષ્ણનગર પોલીસે નિકોલ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલા 7 એક્ટિવા ચોરીના ગુનાનો ભેદ ઉકેલ નાખ્યો છે. જોકે હાલ તો પોલીસે આરોપી રોહિતના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. વધુ પૂછપરછ બાદ વધુ ગુનાઓના ભેદ ઉકેલાઈ શકે છે. આ સમગ્ર મામલે જી ડિવિઝન એસીપી વી.એન યાદવે જણાવ્યું હતું કે પોલીસે બાતમીના આધારે આરોપીઓને પકડીને સાત વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં એક કૃષ્ણનગરમાં અને છ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એકટીવાની ચોરી કરવામાં આવી હતી. આ મામલે પકડાયેલા આરોપીની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details