ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : ખોટા દસ્તાવેજ અને ગેરેન્ટર ઉભા કરી કરોડની લોન મેળવનાર ટોળકીની થઈ ધરપકડ, બેન્ક મેનેજર પણ સામેલ - કાવતરૂ રચનાર ટોળકીની ધરપકડ કરાઇ

બેન્કમાંથી લોન લેવા માટે કાવતરૂ રચનાર ટોળકીની ધરપકડ કરાઇ છે. ખોટા દસ્તાવેજ અને ગેરેન્ટર ઉભા કરી 1.95 કરોડની લોન મેળવનાર ટોળકીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બેન્ક મેનેજર પણ સામેલ છે.

Ahmedabad Crime : ખોટા દસ્તાવેજ અને ગેરેન્ટર ઉભા કરી કરોડની લોન મેળવનાર ટોળકીની થઈ ધરપકડ, બેન્ક મેનેજર પણ સામેલ
Ahmedabad Crime : ખોટા દસ્તાવેજ અને ગેરેન્ટર ઉભા કરી કરોડની લોન મેળવનાર ટોળકીની થઈ ધરપકડ, બેન્ક મેનેજર પણ સામેલ

By

Published : Apr 16, 2023, 5:33 PM IST

Ahmedabad Crime : ખોટા દસ્તાવેજ અને ગેરેન્ટર ઉભા કરી કરોડની લોન મેળવનાર ટોળકીની થઈ ધરપકડ, બેન્ક મેનેજર પણ સામેલ

અમદાવાદ : બેન્કમાંથી લોન લેવા માટે કાવતરૂ રચનાર ટોળકીની ધરપકડ કરાઇ છે. એક પેઢીના ભાગીદારો, બેંકના બ્રાન્ચ મેનેજર સહિતના સાત લોકોએ આ કાવતરૂ રચ્યુ હતુ. આરોપીઓએ કરોડોની લોન લેવા માટે અસ્તિત્વમાં ન હોય તેવી મિલકત મોર્ગેજમાં મૂકી હતી. જેમાં બેંકના બ્રાન્ચ મેનેજરે પણ વિઝિટેશન બતાવી લોન મંજૂર કરી મદદગારી કરી હતી. જોકે આ ગેંગમાં સામેલ 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

બેન્કમાંથી લોન લેવા માટે કાવતરૂ રચનાર ટોળકીની થઈ ધરપકડ :અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખાએ રૂપલ બારોટ, નિલેશ બારોટ, ભુપેન્દ્ર પટેલ, ઇન્દુપ્રસાદ પટેલ અને કૃષ્ણકાંત પંડીતની આ મામલે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં રૂપલ બારોટ અને નિલેશ બારોટ બેન્કમાંથી લોન લેનાર છે, બંને આરોપીએ ભેગા મળી 1.95 કરોડની લોન લીધી હતી. આરોપીઓમાં રૂપલ બારોટ અને નિલેશ બારોટ ઓર્ચિડ બ્યુટીક પેઢીના ભાગીદાર છે. બંનેએ લોનધારક બની આ કૌભાંડ આચર્યુ છે. આરોપીઓએ પેઢી માટે 1.95 કરોડની લોન મેળવવા એક ફ્લેટ મોર્ગેજમાં મુકવા માટે ખોટો વેચાણ દસ્તાવેજ બનાવ્યો હતો. બાદમાં તે મિલકત અસ્તિત્વમાં ન હોવાનુ જાણવા છતાં ભુપેન્દ્ર પટેલ નામના શખ્સે ગેરેન્ટર તરીકે રહી બેન્ક લોન અપાવવામાં મદદ કરી હતી, જ્યારે મિલકત વેચનાર તરીકે ગીરીશ ભેસાણિયાએ મદદ કરી હતી.

હોદ્દાનો દુરપયોગ કરી 1.95 કરોડની લોન મંજુર કરી હતી : આ મિલકતના વેલ્યુઅર ઈન્દુપ્રસાદ પટેલએ અસ્તિત્વમાં ન હોય તેવી મિલકતનો ખોટો વેલ્યુએશન રીપોર્ટ બેન્કમાં આપ્યો હતો. ઓર્ચીડ બ્યુટીકના ભાગીદારોએ પોતાના તથા પેઢીના અને ગેરેન્ટરના જરુરી દસ્તાવેજ સાથે મિલકતની માલીકી ન ધરાવતા લોકોના નામના ખોટા ભાડા કરારો પણ રજુ કર્યા હતા. જ્યારે બેન્કના બ્રાન્ચ મેનેજર કુલદીપરાજ સક્સેનાએ આરોપીઓ સાથે મળી મોર્ગેજમાં મુકેલ મિલકત અસ્તિત્વમાં ન હોવા છતાં તે મિલકતની વિઝીટ બતાવી લોન પ્રોસેસ નોટ ઉભી કરી પોતાના હોદ્દાનો દુરપયોગ કરી 1.95 કરોડની લોન મંજુર કરી હતી.

આ પણ વાંચો :Atiq Ashraf Murder Case: લખનઉમાં CM યોગી સહિત કેટલાક પ્રધાનોના નિવાસસ્થાને મીડિયા એન્ટ્રી પર પ્રતિબંધ

પોલીસે સાતમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરી : આ ગુનામાં મશીનરી વેલ્યુઅર કૃષ્ણકાંત અમૃતલાલ પંડિતએ શેડમાં મશીનો ન લાગ્યા હોવા છતાં મશીનો લાગ્યા હોવાનો રીપોર્ટ બેન્કમાં રજુ કરી બેન્કને આજદીન સુધી મુદ્દલ, વ્યાજ તથા પેનલ્ટી સાથે મળી 3.03 કરોડનું નાણાકીય નુકસાન પહોચાડ્યું. વર્ષ 2016માં આપેલી લોનમાં બેન્કને વ્યાજ સહિતની રકમ ન મળતા તપાસ કરતા આ મામલે પોલીસને ફરિયાદ કરાઈ હતી. બેન્ક સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી થતા પોલીસે સાતમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :Atiq And Arshad Murder: શાઇસ્તા પરવીન અને અશરફની પત્ની ઝૈનબ કરી શકે છે સરેન્ડર

એક આરોપીએ એસ્ટેટમાં મશીનો ન લાગ્યા હોવા છતાં મશીનો લાગ્યા હોવાનો ખોટો રીપોર્ટ બેન્કમાં પણ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હવે ફરાર આરોપી બેન્ક મેનેજર અને અન્ય એક આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ એમ.એ સિંગે જણાવ્યું હતું કે, આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે, જોકે હજુ બે આરોપીઓ વોન્ટેડ હોય તેઓની શોધખોળ શરૂ કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details