ગુજરાત

gujarat

ETV Bharat / state

વર્ષો પહેલાં ગાંધીજીએ રહેવા આપેલ જમીન ખાલી કરવા મુદે હાઈકોર્ટેમાં સ્ટે - gandhiji

અમદાવાદ : 100 વર્ષ પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ પાસે આવેલી જગ્યા પર ચંપલ બનાવનાર ચમાર સમુદાયના 5 પરિવારને રહેવા માટે જમીન આપી હતી. વર્ષો બાદ ટ્રસ્ટ દ્વારા ત્યાં રહેતા લોકોને ઘર ખાલી કરાવવાના આદેશ સામે ગુરુવારે હાઈકોર્ટના જસ્ટીસ જી.આર. ઉદ્ઘવાનીએ હાલ પુરતો સ્ટે આપ્યો છે. હાઈકોર્ટે સ્ટે આપતા અવલોકન કર્યું છે કે નીચલી કોર્ટે ચુકાદો આપતી વખતે લિમિટેન એક્ટને ધ્યાનમાં લીધું નથી. કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજીને પણ માન્ય રાખી છે.

etv bharat ahmedabad

By

Published : Aug 29, 2019, 8:51 PM IST

હાઈકોર્ટે કહ્યુ કે, પક્ષકાર જણાવે કે નહિ પરતું મકાન-માલિક અને ભાડવાત વચ્ચેના લાંબાગાળાના મિલ્કત સંબંધી કેસમાં નીચલી કોર્ટે લિમિટેશન એક્ટને ધ્યાનમાં રાખવું જોઈએ. લિમિટેશન એક્ટની સેક્શન 65 પ્રમાણે કોઈપણ મકાન માલિક ભાડવાતને મકાન ખાલી કરાવવા બાબતે 12 વર્ષ સુધીમાં નોટીસ કે લીગલ કાર્યવાહી કરી શકે, નોટીસ કે લીગલ કાર્યવાહી કરવામાં આવે ત્યારે લિમિટેશન એક્ટની કલમ લાગુ પડે છે.

ગાંધીજીના મૃત્યુ બાદ ગાંધી આશ્રમના ટ્રસ્ટના તાબા હેઠળ આવેલા સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા પાંચેય પરિવારના સભ્યોને મકાન ખાલી કરાવવા બાબતે વર્ષ 1998માં અમદાવાદ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે મુદે હાલ એ જગ્યા પર રહેતા પાંચેય પરિવારના વંશજો ક્યારે રહેવા આવ્યા અને કોઈ ભાડા કરાર હતો કે કેમ વગેરે બાબતોની વિગતો જણાઈ ના શકતા ફેબ્રુઆરી 2019માં કોર્ટે ટ્રસ્ટના પક્ષમાં ચુકાદો આપતા તમામ પાંચેય પરિવારમાં રહેતા 30 લોકોને ઘર ખાલી કરવાનો આદેશ કર્યો હતો. નીચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો જેના પર કોર્ટે હાલ સ્ટે આપ્યો છે.

વર્ષો પહેલાં ગાંધીજીએ રહેવા આપેલ જમીન ખાલી કરવા મુદે હાઈકોર્ટેમાં સ્ટે

1967માં ટ્રસ્ટે નુકસાનનું કારણ આપી ચંપલ બનાવવાનું કામ બંધ કરાવ્યા બાદ પ્રથમ વખત વર્ષ 1978માં વિવાદાસ્પદ જગ્યા પર ઘર ખાલી કરાવવા બાબતે સ્મોલ કોઝ કોર્ટમાં કેસ કર્યો હતો. ટ્રસ્ટ કેસ હારી જતાં 1998માં ચુકાદાને સિવિલ કોર્ટ સમક્ષ પડકારયો હતો. એટલું જ નહિ સાબરમતી ગૌશાળા ટ્રસ્ટે ત્યાં રહેતા લોકો પાસેથી મહિને 300 રૂપિયા પેટે વળતર મેળવવાની માંગ કરી હતી. આજ દિવસ સુધી ચુકવવામાં આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details