ગુજરાત

gujarat

By

Published : Oct 8, 2019, 8:27 AM IST

ETV Bharat / state

અમદાવાદમાં બાપુના જીવન ચરિત્ર પર ધનશ્યામ ગઢવી દ્વારા એક્ઝિબિશન યોજાયો

અમદાવાદ: દેશમાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મ જયંતી શતાબ્દી ઉજવણી થઈ રહી છે. બાપુના જીવન ચરિત્રને નજીકથી જાણી શકાય, તે હેતુથી દરેક ક્ષેત્રમાં અલગ અલગ રીતે બાપુના જીવન ચરિત્ર પર એક્ઝિબિશન તેમજ વક્તવ્ય સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બાપુના જીવન ચરિત્ર પર અમદાવાદમાં એક્ઝિબિશન યોજાયું હતું.

bapu

અમદાવાદમાં પાલડીમાં AMC દ્વારા સંચાલિત સંસ્કાર કેન્દ્રમાં એક સુંદર એક્ઝિબિશનનું સોમવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એક્ઝિબિશનનું નામ લોકભોગ્ય ગાંધીજી રાખવામાં આવ્યું હતું.

બાપુના જીવન ચરિત્ર પર ધનશ્યામ ગઢવી દ્વારા એક્ઝિબિશન યોજાયો

આ એક્ઝિબિશનમાં ગાંધીજીના અલગ-અલગ ચિત્રો તેમજ યુવા પેઢીઓ દ્વારા પોસ્ટ કાર્ડ મેકિંગમાં પણ ગાંધીજીના અલગ અલગ ફોટોગ્રાફ પેઇન્ટ કરી રજૂ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગાંધીજીનો રેડિયો તેમજ રેટીયો પણ રજૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદના જ એક અન્ય આર્ટિસ્ટની પ્રતિકૃતિ પણ તેમાં મૂકવામાં આવી હતી. જેમાં દિવાસળીના તેમજ કાપડના ઉપયોગથી માઈક્રો ગાંધીજીની કૃતિ બનાવવામાં આવી હતી. આ એક્ઝિબિશનમાં ગાંધીજીને અલગ અલગ રીતે રજૂ કરવામાં આવ્યા હતાં. ઘનશ્યામ ગઢવી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ એક્ઝિબિશન સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. જેને સોમવારે પ્રજા માટે આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details