ગુજરાત

gujarat

ETV Bharat / state

U20 Ahmedabad : ''એક પૃથ્વી એક કુટુંબ એક ભવિષ્ય'' થીમ પર યોજાશે U20, 35થી વધુ શેરપાઓની ભાગીદારી

G20 અંતર્ગત છઠ્ઠી U20ની યજમાનની અમદાવાદ શહેરને મળી છે. U20 બેઠક ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ બેઠકમાં 35થી વધુ સિટીના શેરપાઓની ભાગીદારી જોવા મળશે. આ U20ની થીમ એક પૃથ્વી એક કુટુંબ એક ભવિષ્ય રાખવામાં આવી છે.

U20 Ahmedabad : એક પૃથ્વી એક કુટુંબ એક ભવિષ્ય થીમ પર યોજાશે U20, 35થી વધુ શેરપાઓની ભાગીદારી
U20 Ahmedabad : એક પૃથ્વી એક કુટુંબ એક ભવિષ્ય થીમ પર યોજાશે U20, 35થી વધુ શેરપાઓની ભાગીદારી

By

Published : Feb 7, 2023, 5:23 PM IST

અમદાવાદમાં G20 અંતર્ગત U20નું આયોજન

અમદાવાદ : G20 અંતર્ગત આવતીકાલથી U20 બે દિવસીય મીટીંગ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આ U20 એક અલગ જ પ્રકારની પહેલ છે. 12 ડિસેમ્બર 2017ના રોજ પેરિસમાં આ સીમિતની શરૂઆત કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ G20 અને શહેરો વચ્ચે કાયમી જોડાણ બનાવી શકાય. જે 20ની વાર્તા કાઢો જાણ કરવા માટે સામૂહિક સંદેશ અને પરિપ્રેક્ષ્ય વિકસાવવા માટે શહેરો માટે એક મંચ સ્થાપિત કરવાનો છે, ત્યારે આ વખતે G20 અને U20ની યજમાનની અમદાવાદને મળી છે.

ઉદઘાટન મુખ્યપ્રધાન કરશે :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ.થેન્નારસન જણાવ્યું હતું કે, G20 ભારતીય પ્રેસિડેન્સી હેઠળ પ્રથમ U20 શરેપા મીટીંગ 9 અને 10 ફેબ્રુઆરી 2023 ના રોજ અમદાવાદ ખાતે યોજાશે. જે આ વર્ષે છઠ્ઠા U20નું યસ મનપસંદ અમદાવાદથી મળ્યું છે. આ બેઠકનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે. બે દિવસથી આ બેઠક દરમિયાન ચર્ચાઓનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને મેયર ઓફિસના સંયુક્તથી થશે. જેને ભારતમાં U20 સાયકલના ટેકનિકલ સેક્રેટરીએટ એવા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન ઓફર્સ તેમજ શહેરી આયોજન અને વિકાસ પરના ભારતના અગ્રણી રાષ્ટ્રીય થીંક ટેંક અને U2 0ના C40 શહેરો, યુનાઇટેડ સીટીઝ તેમજ લોકલ ગવર્નમેન્ટ દ્વારા જરૂરી સમર્થન આપવામાં આવશે.

G20 અંતર્ગત U20 બે દિવસીય મીટીંગ

35થી વધુ શેરપાઓની ભાગીદારી :U20માં આંતરરાષ્ટ્રીય સહભાગી થવા માટે 35થી વધુ શહેરોની ભાગીદારી જોવા મળશે. જેમાં પાઉલો, બાર્સલોના, બ્યુનોસ આયર્સ, ડરબન, જ્હોનિસબર્ગ, મેડ્રીડ, ટોક્યો, ઝમીર, જકાર્તા, લોસ એન્જેલસ, મેક્સિકો સિટી, ન્યૂયોર્ક સિટી, રિયાધ, મિલાન જેવા શહેરોની ભાગીદારી જોવા મળશે. સહભાગી શહેરો મહત્વપૂર્ણ આર્થિક અથવા સાંસ્કૃતિક વસ્તી ધરાવતા કેન્દ્રો છે. જે મુખ્ય C40 અને UCLG સભ્ય તેમજ G20 સભ્ય દેશોના પ્રતિનિધિત્વ કરે છે. કેટલાક ઓબ્ઝર્વ સીટી અને ભારતીય સ્માર્ટ સિટીને જ આમંત્રિત કરવામાં આવેલા છે.

U20નો મુખ્ય ઉદ્દેશ :આ વર્ષે આયોજિત U20 સમિટમાં દરેક માટે આર્થિક પુનઃપ્રાપ્તિ માટે પાયાના પથ્થર તરીકે આરોગ્ય અને આવશ્યમાં રોકાણ કરવું, ટકા ઉર્જા સંક્રમણમાં વધારો કરવો અને તમામને ટકાઉ ગતિશીલતાનો ઉપયોગ મળે તેને પ્રોત્સાહન આપવું, ભવિષ્યની કામગીરી માટે શિક્ષણ અને તાલીમ પ્રદાન કરવું જેથી કરી તમામ લોકોને રોજગારની સમાન રીતે તક મળે તે મુખ્ય ઉદ્દેશ છે. અમદાવાદ 2023 U20 અધ્યક્ષે છે. આ વર્ષની થીમ "એક પૃથ્વી એક કુટુંબ એક ભવિષ્ય" પર છ પ્રાધાન્ય ક્ષેત્રોને ઓળખી કાઢ્યા છે.

આ પણ વાંચો :G20 Summit in Gujarat : કચ્છના રણમાં આ તારીખે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ, રોજગારી અને પ્રવાસન વધારવા ચર્ચા

છ પ્રાધાન્ય ક્ષેત્રો પર ચર્ચા થશે :અમદાવાદ U20ની અધ્યક્ષ સ્થાને છે. શેરપા મિટિંગ દરમિયાન સ્વાભાવિક શહેરો અને નિરીક્ષક શહેરો પર્યાવરણ પ્રત્યે જવાબદાર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું, જળ સુરક્ષા સુનિશ્ચિત કરવી, આબોહવા માટે નાણાંને વેગવંતી બનાવવા અંગે વિચારણા, સ્થાનિક ઓળખની મહત્વતા દર્શાવી, આયોજન અને શાસન માટે માળખાનું પુનઃ સંશોધન કરવું, ભવિષ્યને માટેના ડિજિટલ અર્બન અને પ્રોત્સાહન આપવું આછો પ્રાધાન્ય ક્ષેત્રો પર ચર્ચા વિચારણા કરીને કોમ્યુનિકનો મુદ્દે તૈયાર કરી જરૂરી વાટાઘાટો માટે G20ને જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો :G20 Meeting 2023: દેશ અને વિદેશના ડેલિગેટ્સ ત્રણ દિવસ બનશે કચ્છના મહેમાન, જી20 બેઠકની તડામાર તૈયારી

રિવફ્રન્ટ અને કાંકરીયા ડિનરનું આયોજન :U20માં આવનાર તમામ મહેમાનો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારી જોવા મળી રહી છે. પ્રથમ દિવસે U20 મિટિંગ સાથે સાંજે ખાતે રિવરફ્રન્ટ ખાતે ડિનર આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બીજા દિવસે અટલબ્રીજની પણ મુલાકાત લેશે. જ્યારે બીજા દિવસની રાત્રે દિનનું આયોજન કાંકરિયા લેક ખાતે કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details