- રામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનનો પ્રારંભ
- 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી યોજાશે નિધિ સમર્પણ
- નાયબ મુખ્યપ્રધાને વિશ્વ હિન્દુ પરિષદ કાર્યલય ખાતે આપ્યું દાન
અમદાવાદઃ રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ શહેરના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે વિધિ સમર્પણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યપ્રધાન હાજર રહ્યા હતા.
નાયબ મુખ્યપ્રધાને વિશ્વ હિન્દુ પરિષદ કાર્યલય ખાતે આપ્યુ દાન
રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ માટેના અભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. તો રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણના નિધિ સમર્પણ અભિયાનનો પ્રારંભ કરાવવા માટે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને હવે મંદિર અભિયાનના 30 કાર્યક્રમો ઉત્તર ગુજરાતમાં યોજાશે.
રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્રીકરણ કાર્યક્રમ, નાયબ મુખ્યપ્રધાન રહ્યા હાજર અભિયાનની શરૂઆત પહેલાં જ કરોડો રૂપિયાનું દાન
પ્રથમ દિવસે કેન્દ્રીય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યલય ખાતે આવી 11,1000નું દાન આપ્યું હતું અને સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી માધવ પ્રિયદાસજીએ રામ મંદિર નિર્માણ કાર્ય માટે 51 લાખનો ચેક અર્પણ કર્યો હતો. તો બીજી તરફ સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાએ 11 કરોડનું દાન રામ મંદિર નિર્માણ માટે આપ્યું હતું.
પ્રથમ દિવસે કેટલાનો મળ્યો દાન
રામ મંદિર નિર્માણ કાર્ય માટે ટ્રેડ ફેર નિધિ સમર્પણ કાર્યક્રમની શરૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આજથી કર્ણાવતી કાર્યાલય છે. નીતિ સમર્પણ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જયંતીભાઈ કબુતર વાલાએ 5 કરોડ, લવજી બાદશાહ એક કરોડ શંકરભાઈ પટેલ, 51 લાખ દિલીપભાઈ પટેલે, 21 લાખનું દાન કર્યું હતુ. સાથે જ ધારાસભ્ય બાબુ જમનાની પટેલે 11,00,000 ન્યુક્લોથ માર્કેટના ગૌરાંગ ભગતે 11 લાખનું દાન કર્યું હતુ. સાથે જ ગોરધન ઝડફિયાએ મંદિર નિર્માણ કાર્ય માટે 5 લાખનું દાન અર્પણ કર્યું છે. મહત્વનું છે કે, 15 જાન્યુઆરી 27 ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ અંતર્ગત નાનામાં નાની વ્યક્તિ સુધી પહોંચે અને તેમની પાસેથી યથાશક્તિ એકઠી કરવામાં આવશે. જેને લઇને લોકો કહી શકે કે, આ મંદિર તેમનું પોતાનું છે.