- કોંગ્રેસે સ્વતંત્ર દિવસ પૂર્વે સ્વતંત્રવીરોનું કર્યું સન્માન
- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રહ્યા ઉપસ્થિત
- સુતરની દોર પહેરાવી સન્માન કરાયું
અમદાવાદ: આઝાદીના 75 વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી સંપૂર્ણ દેશ કરી રહ્યું છે. ત્યારે આઝાદીની પૂર્વ સંધ્યા કોંગ્રેસ દ્વારા સ્વતંત્ર વીરોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમને સૂતરનો દોરો પહેરાવી સ્વાતંત્રવીરોનું સન્માન કર્યું હતું.
આ પણ વાંચો:નહેરુ યુવા સંગઠને કર્યું ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનનું આયોજન:વિદ્યાર્થીઓએ ફિટ રહેવાનો સંદેશો પાઠવ્યો
આજના સાશકોની નીતિ અંગ્રેજો જેવી : અમિત ચાવડા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આઝાદીના લડવૈયાઓનો સન્માનનો આ અભિવાદન કાર્યક્રમ છે. આજના સાશકો અંગ્રેજોની ડિવાઇડ એન્ડ રૂલ નીતિ વાપરી રહ્યા છે. આજે વિરોધની આઝાદી રહી નથી. સરકાર વિરોધીઓને દબાવવા સરકારી સંસ્થાઓનો દૂરુપયોગ કરી રહી છે. અંગ્રેજો જોર-જુલમથી સાશન કરતા, દેશના સંસાધનો લૂંટતા આવ્યા છે આજે પણ દેશની સત્તા, સંપત્તિ મુઠ્ઠીભર લોકોના હાથમાં છે. લોકોને ભવિષ્યની ચિંતા થઈ રહી છે. બંધારણીય હક્કો છીનવાઈ રહ્યા છે. આઝાદીના 75 વર્ષની ઉજવણી થાય પરંતુ સાંપ્રત પરિસ્થિતિની ચિંતા કરવી જરૂરી છે.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્વાતંત્રની પૂર્વ સંધ્યાએ સ્વાતંત્રવીરોનું સન્માન કરાપ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્વાતંત્રની પૂર્વ સંધ્યાએ સ્વાતંત્રવીરોનું સન્માન કરાયુંયું આ પણ વાંચો:કર્ણાટકમાં સત્યાગ્રહ સમયની 'The Tale of Vidurashwatha" ગોળીબાર અને ધ્વજ ફરકાવવાની કહાની
ભાજપે કોમી ઝેર ફેલાવ્યું
રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ બંધ કરવાની વાત વિશે અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, ભાજપે અગાઉ અનેક ધાર્મિક લાગણી ભડકાવતી પોસ્ટ મૂકી પરંતું તેની પર કોઈ પગલાં લેવાયા નથી.